________________
૪૯
પત્રાંક-૬૯૧ ભાઈઓ પણ ખુશીથી લખો. ભલે એક ચર્ચાનો વિષય થાય કે માન્ય-અમાન્ય કરવાની પદ્ધતિ કેવિધિ શું હોઈ શકે?
વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી આત્માર્થની કઈ કઈ મુખ્ય ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે... હવે પોતે એક બીજો પ્રશ્ન મૂક્યો છે. આ પ્રશ્ન તો એકદમ મુમુક્ષુને પ્રયોજનભૂત છે. એ પ્રશ્ન મૂક્યો છે. વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી આત્માર્થની કઈ કઈ મુખ્ય ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે, અને તે પ્રાપ્ત થવાનો માર્ગ કયો ?’ માનો કે અત્યારે કોઈ આત્માર્થી જીવ હોય અને આત્માનું પ્રયોજન સિદ્ધ કરતો હોય, સાધતો હોય અને સફળ થતો હોય તો ક્યાં સુધી આગળ જાય? એ વિચારીને તમે કહો. ઉપરનો છેદ ઉડાડ્યો તો હવે નીચેનું અસ્તિત્વ ક્યાં સુધી સ્વીકારો છો? સરવાળે એક જ વાત આવીને ઊભી રહેશે. કે નીચેથી ઉપર અહીં સુધી પહોંચાય તો આગળથી ઉપર ક્યાંય સુધી પછી ન પહોંચાય, એ વાત એની અંદર આવી ગઈ. પ્રશ્ન ઊલટાવીને મૂક્યો. જુઓ!આ બેરિસ્ટર પદ્ધતિ છે.
મુમુક્ષુ – સામેવાળો ક્યાં ઉભો છે એ જાણીને પછી ચાલે. એમને એમ
પૂજ્ય ભાઈશ્રી:- અથવા એમને આ વિષયમાં આત્માર્થના દૃષ્ટિકોણને જોડ્યો. કે જો આવી કોઈ વાત વિચારવી હોય કે અમુક પદન પ્રાપ્ત થાય. તો કયા કયા પદ પ્રાપ્ત થાય ? અને તે આત્માર્થીને પ્રાપ્ત થવાનો છે ને ? મોક્ષમાર્ગીને પ્રાપ્ત થવાના છે ને? તો ક્યા માર્ગે થાય અને કેટલે હદ સુધી થાય? આ વિચારીને તમે જણાવો.
બતે પણ શ્રી ડુંગરથી લખાવાય તો લખશો, તેમ જ તે વિષે જો તમારી તથા લહેરાભાઈની લખવાની ઇચ્છા થાય તો લખશો.”
ઉપર જણાવેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર લખવાનું હાલ બને એમ ન હોય તો તે પ્રશ્નોના પરમાર્થ પ્રત્યે વિચારનો લક્ષ રાખશો.” કદાચ તમે ન લખી શકો તો આની પાછળ આત્મકલ્યાણ શું હોય? કેમ હોય? કેવી રીતે હોય? એ વાત તો જરૂર તમે વિચારવાનું લક્ષ રાખજો. આ બધાની પાછળ મુદ્દો તો એ છે. દાખલા તરીકે જિનાગમમાં અત્યારે એમ લખ્યું છે કે મુનિદશા પ્રાપ્ત થઈ શકે છે પણ શ્રેણી માંડીને શ્રેણીના આ જે બધા બોલ છે. એ ગુણસ્થાન, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ચારિત્ર, કેવળજ્ઞાન, નિર્વાણપદ એ બધા ન હોય. હવે છઠું-સાતમું ગુણસ્થાન અત્યારે વિધાન તો છે. શાસ્ત્રવિધાન તો છે કે છઠું-સાતમું