________________
૪૦૭
પત્રાંક-૭૧૬ એને એવો કોઈ પુણ્યયોગને લઈને ભાષા લખવાનો કે બોલવાનો યોગ આવી જાય. સૂક્ષ્મપણે એને એમ લાગે કે બીજા આવી રજૂઆત નથી કરી શકતા. બરાબર જેવો ભાવ હોય એવો જ શબ્દ. Appropriate wording જેને કહે છે. જેવો ભાવ છે એવો જ હું આ શબ્દ વ્યક્ત કરું છું. ભાવને ભાષામાં વ્યક્ત કરવાની મારી શક્તિ ઘણી સારી છે. ઊડે ઊંડે એને મીઠાશ આવી જાય પછી એમાં સ્થૂળતા આવે છે. - પૂવપર વિશેષતા પામે છે, એટલે એ વૃદ્ધિગત થાય છે. પણ ઝેર જ છે....' એવા પ્રકારના પરિણામ તે ઝેર જ છે. અરે.! નિશ્ચય ઝેર જ છે....” ખરેખર ઝેર છે. એ ઝેર ખાવા જેવું નથી. મીઠું ઝેર છે. એ ઝેર ખાવા જેવું નથી. નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળકૂટ ઝેર છે, પ્રત્યક્ષ છે એ કાળકુટ ઝેર છે. અડ્યો કે મર્યો. એ ઝેર તો આંગળી અડાડીને ચખાય પણ નહિ. અને જો અડે તો હાથ સરખી રીતે બે-ત્રણ વાર સાબુએ ધોવા પડે. એક વખત નહિ, બે-ત્રણ વખત સાબુએ ધોવા પડે. જે તીવ્રતાવાળા પદાર્થો હોય છે એ બધામાં એવું હોય છે. ઘણા વાસવાળા પદાર્થો હોય. એક વખત હાથ ધોયા હોય તો વાસ આવ્યા કરે. તીવ્ર વાસવાળા હોય છે. આ મરચા બહુ તીખા હોય, લ્યોને ! મરચા તીખા હોય અને એ મરચાને હાથ અડાડીને એક વાસણમાંથી બીજા વાસણમાં ફેરવવાનું બન્યું હોય. સારી રીતે સ્પર્શ થયો હોય. હાથ ધોવે એટલે એને એમ લાગે કે હવે તો મારા હાથ ધોવાઈ ગયા. પણ આંખે અડાડે તો ખબર પડે એને. ભૂલથી આંખે અડી જાય એ. એ ધોયેલી આંગળીથી આંખ ચોળે તો બળતરા સહેજે ઉત્પન થાય. ધોઈ નાખ્યા હતા ને ! અંદર અસર નથી જાતી. એના સૂક્ષ્મ પરમાણુ રહી જાય છે. ગંધના, સ્વાદના, સૂક્ષ્મ પરમાણુ રહી જાય છે. એમ કાળકૂટ ઝેર હોય એ સૂક્ષ્મપણે રહી જાય તોપણ એની અસર આવ્યા વિના રહે નહિ, એમ કહે છે.
મુમુક્ષ :- આ ઝેર તો નાની ઉંમરમાં જ ભોગવવા...
પૂજ્ય ભાઈશ્રી :- હા. બહુ સરસ બોલે છે. છોકરો સરસ બોલતા શીખી ગયો. સારું બોલતા શીખી ગયો. ત્યારથી એને ચડવા માંડે. રસ ચડવા માંડે. મા-બાપ તો પોતાના પુત્રની પ્રશંસા કરે જ ને. પોતાના સંતાનોની મા-બાપ તો પ્રશંસા કરે જ. એના ઉપર વહાલપ હોય છે,