________________
૪૦૦
રાજહૃદય ભાગ-૧૪ પ્રતીતિ જીવની. જ્ઞાનપૂર્વક જેમ એટલે જ્ઞાનપૂર્વક જીવસ્વરૂપની જે પ્રતીતિ આવી. ત્યારે એને પોતાના જ્ઞાનમાં સર્વ પદ્રવ્યોથી અને પરભાવોથી અસંગ એવું ભિન્ન ભિન્ન અને અસંગ એવું ચૈતન્યતત્ત્વ જાણ્યું. અને જેવો જાણ્યો તેવો જ સ્થિર, આત્મસ્થિરતાનો ભાવ ઉત્પન થયો. સ્વરૂપલિનતાનો, સ્વરૂપ એકાગ્રતાનો ભાવ ઉત્પન્ન થયો તેનું નામ ચારિત્ર છે. અને તે ચારિત્રને કોઈ ચિલ નથી. બહારમાં કોઈ ચિલ નથી. અણલિંગ.
ચારિત્રને કોઈ ચિલ નથી. વેશનું પણ નથી અને કોઈપણ ચિહ્ન ચારિત્રને નથી. કેમકે એ તો સ્વરૂપરમણતા અને વીતરાગતા એ અરૂપી આત્માની અરૂપી શુદ્ધ પર્યાય છે. એને બહારમાં કોઈ રૂપીપણાનું ચિહ્ન હોતું નથી. સવસ્ત્રપણું કે નિર્વસ્ત્રપણું એ ચારિત્રનું ચિહ્ન નથી. શુદ્ધ ચારિત્રનું એ ચિહ્ન નથી, એમ કહે છે. એના ઉપર તો “સમયસારમાં છેલ્લે છેલ્લે ગાથાઓ લીધી છે. પાખંડી નિંદાળ' સવસ્ત્રપણું, નિર્વસ્ત્રપણું એ તો બધા બાહ્ય ચિહ્યો છે. એ આત્માના ચારિત્રના અથવા આત્માના કોઈ ચિત છે નહિ. નહિતર તો અમુક વસ્ત્ર ધારે એને ચારિત્ર થઈ જાય અથવા નિર્વસ્ત્ર થઈ જાય એને ચારિત્ર થઈ ગયું એમ ગણવામાં આવે. પણ એવી રીતે કાંઈ આત્માનું ચારિત્ર પ્રાપ્ત થતું નથી. જુઓ ! કેવી વાત નાખી દીધી છે ! “નામ ચારિત્ર તે અણલિંગ.' ચિહ્ન વિનાનું, લિંગ વિનાનું. એને કોઈ બહારમાં લક્ષણ નથી એવું એ શુદ્ધચારિત્ર હોય છે.
તે ત્રણે અભેદ પરિણામથી રે...” એવા આત્માનું શ્રદ્ધાન, આત્માનું જ્ઞાન અને આત્મરમણતા એ ત્રણે અભેદ છે. ત્રણેના ભેદ કહેવાથી સમજાય છે અથવા જુદા જુદા જ્ઞાનમાં લઈને સમજાય છે પણ એ વખતે દર્શન-જ્ઞાન-ચારિત્રના કોઈ વિકલ્પ અનુભવમાં હોતા નથી. પરિણમનમાં નથી આવતા. તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ...” એ ત્રણે આત્મારૂપ વર્તવા માંડ્યા. શ્રદ્ધા આત્મારૂપ થઈ ગઈ, જ્ઞાન આત્મારૂપ થઈ ગયું, ચારિત્ર પણ આત્મારૂપ થઈ ગયું. બધા ગુણો, ત્રણે ગુણો ત્યાં આત્માકાર-સ્વઆકાર પરિણામે પરિણમ્યા.
તેહ મારગ જિનનો પામિયો રે, કિવા પામ્યો તે નિજસ્વરૂપ, એ જિન ભગવાનનો, જિનેશ્વરદેવનો માર્ગ પામ્યો અથવા એ નિજસ્વરૂપ પામ્યો. બંને એક જ વાત છે. જિન અને નિજ. અક્ષર તો એના એ રહે છે.