________________
પત્રાંક-૭૧૧
૩૫૩
અને એવી બધી ઘણી વાતો છે. એમાં યજુર્વેદની અંદર તો આખું તબીબી વિજ્ઞાન છે. જેને આયુર્વેદ કહેવામાં આવે છે. આપણે આયુર્વેદ કહીએ છીએ, એ લોકો યજુર્વેદ કહે છે. એમાં આખું શરીરવિજ્ઞાન છે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– ના, જુદા જુદા છે. આ પૂર્વમીમાંસા જૈમિનીનું છે અને ઉત્તરમીમાંસા ઘણું કરીને વ્યાસનું ગણાય છે. વ્યાસજીનું ગણાય છે. જે આત્મા ઉપરનું તત્ત્વજ્ઞાન છે એ. પૂર્વમીમાંસામાં યજ્ઞ યાજ્ઞાદિનું વધારે પ્રતિપાદન છે. જ્યારે ઉત્તરમીમાંસામાં એકલું ક્રિયાકાંડ વગરનું આત્મા ઉપરનું પ્રતિપાદન) છે. એ રીતે બે ભેદ છે.
બૌદ્ધ અને જૈન સિવાયનાં બાકીનાં દર્શનો વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે;..’ એટલે બધા વેદના પેટા ભેદ છે. બૌદ્ધ અને જૈન એ બે વેદને માનતા નથી. બાકી આ બધા વેદને માને છે. નૈયાયિક, સાંખ્ય, ઉત્તરમીમાંસા, પૂર્વમીમાંસા, જૈમિનીય, યોગ, વૈશેષિક, એ બધા વેદના જ પેટા ભેદ છે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- ના. બધાના જુદા જુદા અભિપ્રાય છે. એમાં એક યોગ છે એ બનતા સુધી ઈશ્વરકર્તા માને છે. આમાં લેશે. ઈશ્વરકર્તા કોણ છે. આ યોગના અભિપ્રાયે નિયંતાપણે ઈશ્વર પુરુષવિશેષ છે. યોગમાં એકમાં લીધું છે. બાકી એ લોકો નથી માનતા. ઈશ્વરમાં નથી માનતા.
બૌદ્ધ અને જૈન સિવાયનાં બાકીનાં દર્શનો વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે; માટે વેદાશ્રિત દર્શન છે;...' માટે વેદને આશ્રિત એ બધા દર્શન છે. એટલે એમાં શું છે કે જુદા જુદા ઋષિ-મુનિઓ થઈ ગયા. દરેકનો ફાંટો જુદો પડી ગયો. વિચારધારા જુદી પડી, એને અનુસરનારા મળ્યા. બધાનો એક એક ફાંટો જુદો પડતો ગયો. એણે પોતાના ગ્રંથો બનાવ્યા, પોતાના તત્ત્વજ્ઞાનને પોતાની રીતે પ્રસિદ્ધ કર્યું. માટે વેદાશ્રિત દર્શન છે; અને વેદાર્થ પ્રકાશી પોતાનું દર્શન...' વેદના અર્થને પ્રકાશીને. વેદાર્થ પ્રકાશી એટલે વેદના અર્થને પ્રકાશીને. વેદની કોઈને કોઈ રુચાને મુખ્ય કરે. રુચિ એટલે શ્લોક. આપણે ગાથા કહીએ છીએ એ લોકો રુચા કહે છે. એ કોઈને કોઈ ટાંકીને પછી એના ઉપર બીજું Logic પોતાનું પ્રતિપાદન જે રીતે હોય એ રીતે રજુ કરે છે. એટલે “વેદાર્થ પ્રકાશી પોતાનું દર્શન સ્થાપવાનો પ્રયત્ન