________________
૨૦૨
રાજહૃદય ભાગ-૧૪ લંબાવ્યો છે. આ રીતે અમારો પ્રશ્ન છે. જો મનુષ્યપણાની પ્રશંસા કરી હોય જૈનમાર્ગની અંદર તો મનુષ્યપણું વૃદ્ધિ થાય અને અટકે નહિ, ઘટે નહિ એવો સુસંગત ઉપદેશ હોવો જોઈતો હતો. એના બદલે ઉપદેશ એવો દેખાય છે કે ભલે ગમે ત્યારે વૈરાગ્ય આવે, એને સંસારત્યાગ કરવામાં કોઈ વાંધો નથી ત્યાગનું બહુમાન કર્યું છે અને ગમે ત્યારે ત્યાગ કરે એનું બહુમાન કરવામાં આવ્યું છે. એમ કેમ છે? ઉત્તર બહુ સરસ આપ્યો છે.
લૌકિક દૃષ્ટિ અને અલૌકિક લોકોત્તર) દષ્ટિમાં મોટો ભેદ છે...” મનુષ્યપણું થવું, ગૃહસ્થાશ્રમ માંડવો એ બધો લૌકિક દૃષ્ટિનો વિષય છે. લૌકિક માર્ગનો એ વિષય છે. એ સંસારના કાર્યનો વિષય છે. મોક્ષના માર્ગમાં એનું પ્રકરણ છે જ નહિ, એમ કહે છે. આખી દષ્ટિ જ ફેર છે. કહેવાનો આશય શું છે ? કે કોઈપણ વાતને અલૌકિક દૃષ્ટિએ તમારે મૂલવવી છે કે એની મૂલવણી તમારે લૌકિક દૃષ્ટિએ કરવી છે ? Issue ગમે તે સામે આવ્યો. લૌકિક દષ્ટિમાં અને અલૌકિક દૃષ્ટિમાં બહુ મોટો ફેર છે, બહુ મોટો ભેદ છે, અંતર છે.
‘અથવા એકબીજી દૃષ્ટિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી છે. બેને મેળ ખાય એવું નથી. લૌકિક દૃષ્ટિએ જે વિચારધારા છે અને લોકોત્તર દષ્ટિએ ! એટલે અલૌકિક દૃષ્ટિએ જે વિચારધારા છે એ બેને ક્યાંય મેળ પડે એવું નથી. બંને તદ્દન વિરુદ્ધ છે. લોકદષ્ટિએ તમે વિચારો એ મોક્ષમાર્ગથી બધું વિરુદ્ધ છે. મોક્ષમાર્ગની દૃષ્ટિએ વિચારો તો લોકદષ્ટિથી બધું વિરુદ્ધ છે. વિરુદ્ધ સ્વભાવવાળી છે. લૌકિક દૃષ્ટિમાં વ્યવહાર સાંસારિક કારણો)નું મુખ્યપણું છે.....” સાંસારિક કારણોનું મુખ્યપણું છે અને અલૌકિક દૃષ્ટિમાં પરમાર્થનું (આત્મહિતનું મુખ્યપણું છે. પરમાર્થ એટલે અહીંયાં આત્મહિત લેવું. ખરેખર તો લૌકિક દૃષ્ટિમાં ક્યાંય આત્મહિત સધાય એવી વાત જ નથી. આત્માનું અહિત જ થાય. સંસાર માર્ગે જે કાંઈ બધી ફરજ અને ધર્મ ગણવામાં આવે છે એ સંસારમાં ઘસડી જવાની વાત છે. પછી ફરજ અને ધર્મના નામે વાત ચાલતી હોય કે આ કર્તવ્ય છે.
પિતાએ પુત્ર માટે પુત્રના ભરણપોષણ માટે બરાબર સાંસારિક પ્રવૃત્તિ કરીને એનું ભરણપોષણ કરવું જોઈએ. એટલે પછી ગમે તેવા પાપ કરીને પણ એણે કરવું જોઈએ. એવી જ રીતે પોતાના પરિવારનું ભરણપોષણ