________________
પત્રાંક-૭૧૫
જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ તેહ મારગ જિનનો પામિયો રે, કિવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, મૂળ ઉપદેશ સદ્ગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ ૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ ૧૧
૩૯૧
૭૧૫. એ મૂળ મારગ સાંભળો જિનનો રે,...' એ કાવ્યની રચના એમણે ‘આણંદ’માં કરી છે. નિવૃત્તિમાં ક્ષેત્રમાં છે. શ્રાવણ મહિનાથી આસો મહિનાની અંદર આ કાવ્યની રચના એમણે કરી છે. આસો સુદ ૧. પહેલું નોરતું. મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ.... એટલે વૃત્તિની ચંચળતા છોડીને, આત્મસન્મુખ વૃત્તિ કરીને. કેવી રીતે આત્મવૃત્તિને સન્મુખ વૃત્તિ કરવી ? ખંડ ખંડ ન પડે એ રીતે. મુકતા ન આવે એ રીતે. એકધારાએ પોતાના આત્માની સન્મુખ વૃત્તિ લઈ જઈને મૂળ મારગને સાંભળો, મૂળ મારગને સમજો.
પરિણામ કચાંયના ક્યાંય ફરતા હોય તો આ માર્ગ સમજાય એવો નથી. જિનમાર્ગ કહો, જિનનો માર્ગ કહો કે અધ્યાત્મ માર્ગ કહો, આત્માનો અધ્યાત્મ માર્ગ કહો એ અખંડ વૃત્તિએ સમજવા યોગ્ય છે. વૃત્તિને અખંડ કરીને એ લક્ષમાં લેવા યોગ્ય છે. ઇધર-ઉધર પરિણામ દોડતા હોય એને આ વાત સમજાય એવું નથી. માર્ગની વાત એને સમજાય એવું નથી. વળી, કેટલાક તો લાગી જાય છે કે આ માર્ગ આમ છે... આમ છે... અને આમ છે. અને ખૂબ આમાં રચ્યાપચ્યા રહે છે.
કહે છે, ‘નોય પૂજાદિની જો કામના રે, નોય વ્હાલું અંતર ભવદુઃખ.’ એટલે કે એ માર્ગમાં પ્રવર્તીને પણ કાંઈ માન, પૂજા, કીર્તિનો એનો અંદરમાં સ્થૂળપણે કે સૂક્ષ્મપણે, ઊંડે-ઊંડે પણ જો એનો લોભ હોય, એની વાંછા