________________
૩૨૨
આત્મા
સચ્ચિદાનંદ
છે.
રાજહૃદય ભાગ-૧૪
પત્રાંક-૭૧૦ વડવા, ભાદરવા સુદ ૧૫, સોમ, ૧૯૫૨
ဝိ
જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું.
નિર્મળ, તઅત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે.
સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા
જે સર્વને જાણે છે તે આત્મા છે.
જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે.
ઉપયોગમય આત્મા છે.
અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે.
આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે.
તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અને અમલિન સ્વરૂપ હોવાથી.
ભ્રાંતિ૫ણે પરભાવનો કર્તા છે.
તેના ફળનો ભોક્તા છે.
ભાન થયે સ્વભાવપરિણામી છે.
સર્વથા સ્વભાવપરિણામ તે મોક્ષ છે.
સદ્ગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદ્વિચાર અને સંયમાદિ તેનાં સાધન છે.
આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે, અત્યંત સાચા છે, કેમકે પ્રગટ અનુભવમાં આવે છે.