________________
८६
રાજહૃદય ભાગ-૧૪ છે, અને ઉપયોગ સિવાય આત્માનું બીજું એવું કયું સ્વરૂપ છે કે આહારાદિમાં ઉપયોગ પ્રવર્યો હોય ત્યારે કેવળજ્ઞાનમાં થવા યોગ્ય શેય આત્મા તેથી જાણે ?' એવું ઉપયોગનું કેવું સ્વરૂપ છે?
અહીંયાં જે “ગુરુદેવ' કહેતા હતા એ વાત સિદ્ધ થાય છે કે કેવળજ્ઞાનની અંદર જે લોકાલોક જણાય છે એમાં લોકાલોક પ્રત્યે ઉપયોગ નથી. ઉપયોગ આત્મા પ્રત્યે છે. અને ઉપયોગ આત્મા પ્રત્યે છે અને આત્મામાં પ્રતિભાસન હોવાથી લોકાલોક જણાય છે એમ કહીએ છીએ. ખરેખર તો ઉપયોગ પોતામાં છે, ઉપયોગ પોતાને જાણવાનું કામ કરે છે. લોકાલોકને જાણવાનું કામ ઉપયોગ કરતો નથી. પોતાની પર્યાયને જાણે છે એમ ‘ગુરુદેવ’ કહેતા હતા ને ? આવે છે, પ્રવચનની અંદર એ વાત આવે છે. ખરેખર તો એ પોતાની પર્યાયને જાણે છે. એ આ અપેક્ષા છે. આમ ઉપયોગ નથી જાતો. હવે એમ ઉપયોગ જાતો નથી અને એને જાણે, છતાં જાણે એ કેવી રીતે બને? તો કહે છે, આમ પ્રતિભાસિત થાય છે અને જાણે છે, એમ કહેવું છે. એટલે પેલું જણાય જાય છે, લોકાલોક જણાય જાય છે એ વાત એની અંદર આવી જાય છે, સમાવેશ પામી જાય છે. કારણ કે ઉપયોગ એક કાળે બે ન હોય. સ્વને પણ વિષય કરે અને પરને પણ વિષય કરે એવી રીતે ઉપયોગમાં તો બની શકે નહિ. એટલે આરસીનું દાંત પૂરેપૂરું લાગુ નથી પડતું, એમ કહે છે. પોતે આરસીનું દષ્ટાંત આપ્યું.
હવે એ દગંતની સામે પોતે દલીલ કરે છે કે “આરસીને વિષે પ્રતિભાસિત પદાર્થનું જ્ઞાન આરસીને નથી... જ્યારે કેવળજ્ઞાનીને તો પોતાને વિષે જે પદાર્થ ભાસે છે એનું જ્ઞાન છે એમ કહે છે. તો એ જ્ઞાન પોતા તરફ વળેલું છે એ જ્ઞાન છે કે આ બાજું વળેલું છે, પર તરફ વળેલું છે એવું જ્ઞાન? તો કહે છે, પર તરફ વળેલું જ્ઞાન હોય તો એ વાત બની શકે નહિ. હવે અહીં તો હજી આહારની વાત ચાલે છે, હોં!
અત્રે તો કેવળજ્ઞાનીને તેનું જ્ઞાન છે. એટલે લોકાલોકનું જ્ઞાન છે એમ કહ્યું છે અને એ વાત પણ સાચી છે કે કેવળજ્ઞાનીને લોકાલોકનું જ્ઞાન છે. “અને ઉપયોગ સિવાય આત્માનું બીજું એવું કયું સ્વરૂપ છે કે આહારાદિમાં ઉપયોગ પ્રવર્યો હોય ત્યારે કેવળજ્ઞાનમાં થવા યોગ્ય શેય આત્મા તેથી જાણે ? કારણ કે કેવળજ્ઞાન તો અહીંયાં થાય છે અને