________________
પત્રક-૬૯૨
૫૭
દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી....' ભૂતકાળમાં અમને જ્ઞાનપ્રાપ્તિ થવાનું આ જ કા૨ણ છે. તેથી Guranteed વાત છે કે એ પહેલાની અમારી બધી મહેનત સફળ નહોતી થઈ. સત્પુરુષને ઓળખ્યા પછી અમને જ્ઞાનપ્રાપ્તિ થઈ ગઈ. માટે આ નિયમ છે. અમારા અનુભવથી અમે આ નિયમ સિદ્ધ કરીને બતાવીએ છીએ. અમારા અનુભવસિદ્ધ આ નિયમ બતાવીએ છીએ, એમ કહેવું છે. પણ ઓલું જે સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે ને ? એ વાત આવે છે પણ પાનું ભૂલી ગયો છું. એ વિષય એમણે લીધો છે.
અહીંયાં એમ કહે છે કે તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે...’ ઓળખીને આશ્રય થયો છે માટે. આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે,...' એટલે કે એને પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. કેમકે તે યથાસંભવ ઉપાય છે.’ તે જ એક સંભવિત ઉપાય છે, યથાર્થં ઉપાય છે.
સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે.' શું થશે ? સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે. એટલે કે આયુષ્યપર્યંત જન્મથી મ૨ણ સુધીનો જે Period છે, એ સમયની અંદર જેટલું પ્રારબ્ધ ભોગવવાનું લખ્યું હશે તે ભોગવાય જશે, તે સમય વ્યતીત થશે અને આ દેહનો પ્રસંગ એટલે સંયોગ પણ નિવૃત્ત થઈ જશે. દેહ છૂટી જશે. ‘તેનો ગમે ત્યારે નિયોગ નિશ્ચયે છે,...' આ દેહનો વિયોગ તે ગમે ત્યારે કોઈપણ ક્ષણે નક્કી જ છે, નિશ્ચય છે. પણ આશ્ચયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે,...’ શું કહેવું છે ?
નિર્વાણપદ એક બાજુ રહ્યું, મુનિદશા ન આવે એ વાત એક બાજુ રહી. અરે..! તું સમ્યગ્દર્શન ન પામ તો કાંઈ નહિ. અરે..! સ્વરૂપનો નિશ્ચય ન કરી શકે તો કાંઈ નહિ. પણ સત્પુરુષને તો ઓળખી લે, એમ કહે છે. અહીંથી તારી Line નું અનુસંધાન થઈ જશે. જા. પછી તને વાંધો નથી. તારું જે આગળનું ભવિષ્ય છે એને તારે સુરક્ષિત કરવું હોય, અત્યારથી Safeguard કરી લે, એમ કહે છે. સત્પુરુષને ઓળખી લે ઓછામાં ઓછું. આ થઈ શકે એવું છે.