________________
૨૨૩
પત્રાંક-૭૦૩ માટે એમ કહ્યું છે એમ સમજવું યોગ્ય નથી.
તેમાં કોમળપણું હોય છે ત્યારે અનંતકાયનો સંભવ છે. જ્યારે એ ટેટાની અંદર કોમળપણું હોય છે, ઝાડ ઉપર લાગેલા હોય ત્યારે એ કુમળા હોય છે અને એ વખતે એની અનંતકાય હોવાનો સંભવ છે. તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી નિષ્પાપપણે રહી શકાય છે....... કાંઈ પેટ ભરવા માટે આ ચીજની જરૂર નથી. ઘણી એવી નિષ્પાપ ચીજો છે કે જેને લઈને એ ચીજનો ઉપયોગ ન કરીએ તો ચાલે. શાસ્ત્રમાં આવે કે ફલાણી ચીજ છે એ છોડવા જેવી છે. એને અભક્ષ્યમાં ગણો. તો એવી ખાવાની હજારો બીજી ચીજ છે, સેંકડો ચીજ છે. એના વગર નહિ ચાલે એમ માનીને શા માટે તારી વૃત્તિ એની અંદર રાખે છો ? અથવા એવી સ્વાદની વૃત્તિથી એને છોડી ન શકાય એવી મુમુક્ષુની યોગ્યતા હોવી ન જોઈએ.
આગળ એક જગ્યાએ ઉપદેશસારમાં ને એમાં લખે છે કે, મુમુક્ષુને અમુક ચીજ વિના ન ચાલે એ જીવનમાં હોવું જ ન જોઈએ. કેમ ન હોવું જોઈએ ? કે એણે મુક્તિનું ધ્યેય બાંધ્યું છે. મુક્ત થવાનું ધ્યેય બાંધ્યું છે કે મારે મુક્તપણું જોઈએ. તો બંધન ન જોઈએ. તો અત્યારથી જ્યાં જ્યાં બંધાતો હોય, વર્તમાનમાં જેનાથી એને બંધન રહેતું હોય એ એને અટકવાનું સ્થાન છે. શા માટે એના વગર ન ચાલે ? જે ચીજ વગર નથી ચાલતું એવું કે એને કલ્પનામાત્ર છે, એ અભિપ્રાય એનો કલ્પનામાત્ર છે. અનંત કાળ એને એના વગર જ ચાલ્યું છે. અનંત કાળથી એની હયાતી છે એમાં શું છે ? એના વગર તો ચાલ્યું જ છે. હવે અત્યારે એણે કલ્પના કરી રાખે કે મારે એના વગર ન ચાલે. તો એ ચીજ નહિ મળે ત્યારે શું થઈ જવાનું છે ? એનો નાશ થઈ જવાનો છે ? એને કોઈ બીજું નુકસાન થઈ જવાનું છે ? એક ગુણ ઓછો થઈ જશે ? એક અંગ ઓછું થઈ જશે ? શું થાશે ? કાંઈ થવાનું નથી એને. કલ્પનામાત્ર છે કે નહિ ચાલે.
એવું જે ભાવમાં બંધન છે એ બંધન એને દ્રવ્યબંધન કરશે. ભાવબંધન છે તે દ્રવ્યબંધનનું કારણ થશે. જો એને બંધનથી છૂટવું હોય તો એણે અત્યારથી જ ગાંઠ મારવી જોઈએ કે જો મારું ધ્યેય મુક્તિનું છે તો અત્યારથી જ જ્યાં જ્યાં મને ભાવે બંધન છે એ બંધન તોડવાનો મારો પ્રયત્ન હોવો જોઈએ. એમાંથી છૂટવાનો મારો પ્રયત્ન હોવો જોઈએ. પછી