________________
૩૮૮
રાજહૃદય ભાગ-૧૪ અધ્યાત્મિક દૃષ્ટિથી એ બધું સ્વરૂપ સમજાય એવું છે, એમ કહે છે.
એટલે એ અધ્યાત્મિક દૃષ્ટિનો સરવાળો અથવા તાત્પર્ય એ આવે છે કે સરવાળે એ બધા પરિણામો ઉપરથી દષ્ટિ છોડીને એક પોતાના અધ્યાત્મતત્ત્વ એવા આત્મા ઉપર દૃષ્ટિ સ્થિર કરવા જેવી છે. આ બધા પરિણામના ચડાવ ઉતાર છે એ બધા અનિત્ય અને ક્ષણવર્તી છે. અનંત કાળમાં એનો કાળ હિસાબે તો કાંઈ એક ટકો પણ કોઈ ટકાવારીમાં પણ આવે એવું નથી. એની કોઈ કિંમત નથી, એનું કોઈ મૂલ્ય નથી. એને નિર્મૂલ્ય ગણીને પોતાના અધ્યાત્મતત્ત્વનું મૂલ્યાંકન કરવા જેવું છે કે જેનો આશ્રય પામતા, જેના શરણે જતાં પરિણામમાં શાશ્વત સુખની પરિસ્થિતિ ઊભી થાય છે. એ અધ્યાત્મદૃષ્ટિથી બધું મુલવવું જોઈએ. એમાં સારપણું શું ? અને અસારપણું શું ? એ બધું એમાંથી–અધ્યાત્મદષ્ટિમાંથી નીકળે છે.
મુમુક્ષુ :- . .
પૂજ્ય ભાઈશ્રી:- ના, એ તો દૃષ્ટિ મિથ્યા હોય છે ને. જો દૃષ્ટિ મિથ્યા હોય તો એ જે ભોગ-ઉપભોગના પરિણામ છે એમાં એટલો તીવ્ર રસ પડે અને તીવ્ર અનુબંધ થાય કે સીધો સાતમી નારકીએ જાય. ભડાક દઈને ! અને જો સમ્યગ્દષ્ટિ હોય તો ભિન્ન પડી જાય.
મુમુક્ષુ -.
પૂજ્ય ભાઈશ્રી:- ના, પોતાના પરિણામની વાત છે. કર્મ તો ગમે તે હોય. કર્મને અનુસરે છે તે અજ્ઞાની છે. કર્મ અને નોકર્મરૂપ સંયોગ. પૂર્વકર્મનો અંદરમાં ઉદય અને બહારમાં સંયોગો જે તે પ્રકારે છે, એને અનુસરે તે અજ્ઞાની છે અને એને નહિ અનુસરતો માત્ર જ્ઞાતા રહે તે જ્ઞાની. બસ ! સીધો પ્રશ્ન ઉઠાવવામાં આવે કે જ્ઞાની કોણ? કે જે કર્મ અને નોકર્મને માત્ર જાણે તે જ્ઞાની. માત્ર ન જાણે એ શું કરે ? કે આ કર્મનો ઉદય મારો, આ સંયોગો મારા. મારા સંયોગોમાં હું અટવાય ગયો, મારા સંયોગોમાં હું ઘેરાઈ ગયો, મારા સંયોગોમાં હું ડૂબી ગયો. એ અજ્ઞાની. એનાથી ભિન્ન પડીને માત્ર જ્ઞાતા રહે તે જ્ઞાની. આમાં ‘સમયસારમાં ગાથા છે કે જ્ઞાનીને ઓળખવા કઈ રીતે ? સીધું એમ લીધું છે. પ્રશ્ન એવો ઉઠાવ્યો છે કે જ્ઞાનીને ઓળખવા કઈ રીતે ? કે પરિણામ જે કર્મ અને