________________
પત્રાંક-૭૦૮
૩૦૫
લક્ષમાં નથી, એવી સ્થિતિ વર્તે છે. તેથી ચિત્તમાં એમ આવ્યા કરે છે કે જો તે માર્ગ વધારે પ્રચાર પામે તો તેમ કરવું નહીં તો તેમાં વર્તતી પ્રજાને મૂળલક્ષપણે દોરવી. આ કામ ઘણું વિકટ છે. વળી જૈનમાર્ગ પોતે જ સમજવો તથા સમજાવવો કઠણ છે. સમજાવતાં આડાં કારણો આવીને ઘણાં ઊભાં રહે, તેવી સ્થિતિ છે. એટલે તેવી પ્રવૃત્તિ કરતાં ડર લાગે છે. તેની સાથે એમ પણ રહે છે કે જો આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તો બની શકે નહીં તો હાલ તો મૂળમાર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. ઘણું કરીને મૂળમાર્ગ બીજાના લક્ષમાં નથી, તેમ તે હેતુ દેતે ઉપદેશવામાં પરમકૃત આદિ ગુણો જોઈએ છે, તેમ જ અંતરંગ કેટલાક ગુણો જોઈએ છે, તે અત્ર છે એવું દઢ ભાસે છે.
એ રીતે જો મળમાર્ગ પ્રગટતામાં આણવો હોય તો પ્રગટ કરનારે સર્વસંગપરિત્યાગ કરવો યોગ્ય; કેમકે તેથી ખરેખરો સમર્થ ઉપકાર થવાનો વખત આવે. વર્તમાન દશા જોતાં, સત્તાનાં કર્મો પર દૃષ્ટિ દેતાં કેટલાક વખત પછી તે ઉદયમાં આવવો સંભવે છે. અમને સહજસ્વરૂપ જ્ઞાન છે, જેથી યોગસાધનની એટલી અપેક્ષા નહીં હોવાથી તેમાં પ્રવૃત્તિ કરી નથી, તેમ તે સર્વસંગપરિત્યાગમાં અથવા વિશુદ્ધ દેશપરિત્યાગમાં સાધવા યોગ્ય છે. એથી લોકોને ઘણો ઉપકાર થાય છે; જોકે વાસ્તવિક ઉપકારનું કારણ તો આત્મજ્ઞાન વિના બીજું કોઈ નથી.
હાલ બે વર્ષ સુધી તો તે યોગસાધન વિશેષ કરી ઉદયમાં આવે તેમ દેખાતું નથી. તેથી ત્યાર પછીની કલ્પના કરાય છે. અને ૩ થી ૪ વર્ષ તે માર્ગમાં ગાળવામાં આવ્યા હોય તો ૩૬ મે વર્ષે સર્વસંગપરિત્યાગી ઉપદેશકનો વખત આવે, અને લોકોનું શ્રેય થવું હોય તો થાય. નાની વયે માર્ગનો ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી,