________________
૧O૪
અજહૃદય ભાગ-૧૪
પત્રાંક-૬૯૬ મુંબઈ, અષાડ વદ ૮, રવિ, ૧૯૫ર
ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે સપુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર.
સહેજ વિચારને અર્થે પ્રશ્ર લખ્યા હતા, તે તમારો કાગળ પ્રાપ્ત થયો હતો.
એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ વેદતાં કંઈ એક પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી લાગે છે, અને તે આદિ કારણથી માત્ર પહોંચ લખવાનું પણ કર્યું નથી. ચિત્તને સહેજ પણ અવલંબન છે તે ખેંચી લેવાથી આર્તતા પામશે, એમ જાણી તે દયાના પ્રતિબંધ આ પત્ર લખ્યું છે.
સૂક્ષ્મસંગરૂપ અને બાહ્યસંગરૂપ દુસ્તર સ્વયંભૂરમણસમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષો તરી ગયા છે, તેમને પરમભક્તિથી નમસ્કાર હો ! પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી, તથારૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે, તે પુરુષાર્થને સંભારી રોમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઊપજે છે.
પત્ર-૬૯૬. સોભાગભાઈ ઉપરનો પત્ર છે. મથાળું છે, ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે સત્યરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર.' ભુજાએ કરીને સ્વયંભૂરમણસમુદ્ર (તરી ગયા), જે અસંખ્ય યોજનનો સમુદ્ર છે. કેટલો છે ? અસંખ્ય યોજન જેની પહોળાઈ છે. આમ તો બધા સમુદ્રો વર્તુળાકારે છે. દ્વીપ સમુદ્રો બધા ગોળાકારે છે. જંબુદ્વિપ ગોળાકારે છે અને ફરતા ફરતા બધા બંગડીના આકારે દ્વિપ સમુદ્રો રહેલા છે. એવા અસંખ્ય દ્વિપ સમુદ્રોમાં બમણાબમણા કરતા છેલ્લો સમુદ્ર છે તે સ્વયંભૂરમણસમુદ્ર સૌથી મોટો છે, જેની લંબાઈ-પહોળાઈ અસંખ્ય યોજનની છે. એ હાથ વીંઝીને તરી જાય એવું