________________
રાજહૃદય ભાગ–૧૪ યોગ્ય લાગે છે. અત્યારે મને લખવું જરા વહેલું લાગે છે. હું આગળ ઉપર એ વાત યથાવસરે લખીશ. જે લખ્યું છે તે ઉપકારદૃષ્ટિથી લખ્યું છે એમ લક્ષ રાખશો.” કોઈ પક્ષદૃષ્ટિથી લખ્યું છે, કોઈ વિપક્ષદૃષ્ટિથી લખ્યું છે એવું કાંઈ નહિ સમજતા. ફક્ત તમારા આત્માને ઉપકાર થાય એવો દૃષ્ટિકોણ મેં રાખ્યો છે. તમે પણ એમ જ લક્ષમાં રાખજો.
યોગધારીપણું એટલે મન, વચન અને કાયાસહિત સ્થિતિ.... એને યોગ કહે છે. મન, વચન, કાયાના સંયોગને આત્માના ક્ષેત્ર સાથે એ જ મન, વચન, કાયાના પુગલોને જે કાંઈ જોડાણ છે, યોગ છે, સંયોગ છે એને યોગધારીપણું કહેવાય છે. વચનયોગ, કાયયોગ અને મનોયોગ. યોગધારીપણું એટલે મન, વચન અને કાયાસહિત સ્થિતિ.. એવી સ્થિતિ “હોવાથી આહારાદિ અર્થે પ્રવૃત્તિ થતાં ઉપયોગમાંતર થવાથી કંઈ પણ વૃત્તિનો એટલે ઉપયોગનો તેમાં નિરોધ થાય.” શું કહ્યું? અરિહંતને આહાર ન હોય એ વાત એમણે અહીંયાં સ્થાપી છે. એટલે શ્વેતાંબર જિનાગમમાં જે વાત છે એ વાત પોતે સંમત નથી કરી. સ્પષ્ટ થયું ?
મન, વચન, કાયાના યોગનું યોગધારીપણું તો અરિહંતદેવને છે પણ જો આહારાદિ અર્થે પ્રવૃત્તિ કરે તો આત્મામાંથી ઉપયોગાંતર થાય. બીજા વિષયમાં ઉપયોગ ચાલ્યો જાય અને એ ઉપયોગાંતર થવાથી કાંઈ પણ વૃત્તિનો એટલે સ્વરૂપની સ્થિર વૃત્તિ છે તેમાં ઉપયોગનો નિરોધ થાય, એનો વિરોધ આવે. નિરોધ થાય એટલે અટકી જાય. સ્વરૂપમાં સ્થિરતા ન પકડી શકે. આહાર લેવામાં ઉપયોગ જાય તો સ્વરૂપમાં ઉપયોગ કેવી રીતે રહે? એમ કહે છે. આહાર લેતી વખતે સ્વરૂપમાં ઉપયોગ ન જાય. કોળીયો ભરવો, મોઢામાં મૂક્યો અને ગળે ઉતારવો, આ બધી જે પ્રક્રિયા છે એની અંદર ઉપયોગ આપવો પડે. ઉપયોગ આપ્યા વગર એ ક્રિયા ન થાય, એમ કહેવું છે. - એક વખતે બે ઉપયોગ કોઈને વર્તે નહીં એવો સિદ્ધાંત છે.” એકસાથે બે ઉપયોગ ન હોય. આત્મામાં પણ ઉપયોગ હોય અને પરપદાર્થમાં પણ ઉપયોગ હોય એવી રીતે બે ઉપયોગ કોઈને એક સાથે હોઈ શકે નહિ, એમ કહે છે. એક વખતે બે ઉપયોગ કોઈને વર્તે નહીં.” નહિતર એમ સ્થાપી દે કે કેવળજ્ઞાનીને તો બે ઉપયોગ હોય. આત્મામાં પણ