________________
પત્રાંક-૭૦૨
૧૭૧
તા. ૨-૫-૧૯૯૧, પત્રક – 0૨ ના પ્રવચન . ૩૨૨
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-૭૦૨, પાનું–૫૧૦. વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. મનુષ્પઆયુ પૂરું થાય એ પહેલા શીધ્રપણે આત્મહિત સધાય, પૂર્ણપણે આત્મહિત સધાય એવા પ્રયત્નસહિત જ વિચારવાનપુરુષો તો પ્રમાદ કર્યા વિના અને નિરર્થક કાર્યોમાં સમયને ગુમાવ્યા વિના, શક્તિને ગુમાવ્યા વિના આત્મહિતમાં જ લાગેલા રહે છે. એને વિચારવાન પુરુષો કહ્યા છે. એવું મથાળું બાંધીને. “ભુગુકચ્છ' એટલે ઘણું કરીને “ભુજને પણ ભૃગુકચ્છ' કહેતા હોય, ત્યાં પત્ર લખેલો છે). “ભાઈ શ્રી અનુપચંદ મલુકચંદ પ્રત્યે, શ્રી ભૃગુકચ્છ.'
ઘણું કરીને ઉત્પન કરેલાં એવાં કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. અહીંયાં કેવી મતિ કહી ? રહસ્યભૂત મતિ. રહસ્યભૂત મતિ એટલે આયુષ્ય દરમ્યાન જે પ્રકારના પરિણામ કર્યા અને એ પ્રકારના પરિણામના તાણાવાણાથી જે કાંઈ આયુષ્યનું નિબંધન થયું, જેમ એક દોરડું વણવું હોય તો ઘણા તાણાને વળ ચડાવી ચડાવીને, ભેગા કરીને પછી એક દોરડું કરવામાં આવે છે, એમ આયુષ્યનું બંધન જન્મથી મૃત્યુ પર્યત એવું છે કે એ દોરડાને વચ્ચેથી કાપી શકાતું નથી. આયુષ્ય શરૂ થયું એ પૂરું કર્યું છૂટકો. પછી મનુષ્યનું હોય કે નારકીનું હોય કે દેવનું હોય. એટલે સામાન્યપણે આયુષ્યનો બંધ બે તૃતિયાંશ આયુષ્ય ભોગવ્યા પછી પડે છે એનું કારણ એ છે કે બે તૃતિયાંશ જે આયુષ્ય ભોગવ્યું એમાં જે પરિણામ કર્યા એ પરિણામ અનુસાર બંધ પડવાનો છે. પરિણામ કાંઈક અને બંધ કાંઈક પડે એમ નથી બનવાનું. અને એ પરિણામ અનુસાર મતિ એટલે બુદ્ધિ થઈ જાય છે એમ કહેવું છે.
સામાન્યપણે “ઘણું કરીને.... એટલે સામાન્યપણે “ઉત્પન્ન કરેલાં