________________
૩૭૨
રાજહૃદય ભાગ-૧૪ ટૂંકામાં વાત શું છે ? કે કોઈપણ ધાર્મિક Issue ઊભો થાય અથવા સામે આવે ત્યારે એમને એમ વગર વિચાર્યું, ઉતાવળે, સમજ્યા વગર, અધૂરી સમજણથી, અધૂરા નિશ્ચયથી અભિપ્રાય આપવો જોઈએ નહિ. ઘણો ગંભીર વિષય છે. એટલે એક વખત વિચારણામાં ઊભા રહી જવું. કાં તો કોઈ મહાપુરુષને અનુસરવું, જ્ઞાની પુરુષને અનુસરવું. આપણને પોતાને ખ્યાલ નથી માટે, અને નહિતર પોતે એ વાતના અભિપ્રાયમાં આવવું નહિ. આમ થવું જોઈએ કે આમ ન થવું જોઈએ એમાં પોતે આવવું જોઈએ નહિ. એ વાતને Under consideration જેને કહીએ, જ્યાં સુધી પરિપક્વ નિર્ણય ન આવે ત્યાં સુધી વિચારણા હેઠળ રાખવી ઘટે છે.
મુમુક્ષુ – ભક્તિ એટલે..
પૂજ્ય ભાઈશ્રી :- ભક્તિ એટલે બહુમાન. ગુણોનું બહુમાન. સર્વશદેવ, ભાવલિંગ મુનિરાજ, સપુરુષ એમના ગુણોનું બહુમાન, એમના ગુણોનું મૂલ્યાંકન એનું નામ ભક્તિ છે. પદ ગાવું એ વાત નથી. એમના ગુણોને ઓળખવા, એમને ઓળખવા. ઓળખીને બહુમાન થવું એનું નામ ભક્તિ કહેવામાં આવે છે. એટલે એમની આજ્ઞાશ્રિત રહેવું. એમના ચરણમાં, એમના સાનિધ્યમાં નિવાસ કરવો અને એ કહે તે કરવું.
મુમુક્ષુ – પદ ગાવું એ સારું કે...
પૂજ્ય ભાઈશ્રી – હા, આવે તો સારું. પણ રૂઢિ થઈ જાય તો સારું નહિ. રૂઢિગત રીતે થઈ જાય એ બરાબર નહિ. પણ એને બરાબર જે રીતે. બહુભાગ જ્ઞાનીઓની જે રચના છે એની અંદર મુખ્યપણે ગુણાનુવાદ છે. અને એ આત્માના ગુણાનુવાદ છે એમ કહો કે તે તે મહાપુરુષરૂપ ભગવંતોના ગુણાનુવાદ છે એમ કહો. બાકી પછી એની પાછળ બીજા કવિઓ, કવિઓ જે રચે છે અને પછી એક રૂઢિ થઈ જાય છે એનું નામ ભક્તિ નથી.
મુમુક્ષુ - ...
પૂજ્ય ભાઈશ્રી - હાથ ઊંચા કરી લીધા. એનું કારણ છે કે કાં તો. તમે એને surrender થાવ, તાબે થાવ. કાં તો ખોટા જે છે, આત્માને નુકસાન કરનારા એવા અભિપ્રાયને કાં તમે તાબે થાવ અને કાં તમે જુદા પડો. બે જ થાય. એમાં ત્રીજું તો થાય નહિ. પેલા તો મૂકવાના નથી. કેમકે