________________
પત્રાંક-૬૯૧
૫૧
માત્ર એવો વિષય ન હોય કે જેને લઈને કોઈ સીધું લાભ-નુકસાન દેખાતું હોય. એવો વિષય ન હોય તોપણ ભૂલ થાય તો કયારેક પોતાના આત્માને આવરણ આવે એવું બને છે. એક જગ્યાએ બહુ સરસ વાત લખી છે. નાની-મોટી વાતના કોઈ આગ્રહથી વાત લખી છે. ત્યાં આત્માર્થનો વિચાર નથી કરાતો. ત્યાં નાની નાની વાતમાં આગ્રહો થાય છે. એવો આગ્રહ ક૨ના૨ એના જ્ઞાન ઉ૫૨ આવ૨ણ આવે છે. બહુ સરસ ભાષા (લખી છે). ૭૫૦-૫૧થી જે પત્રો ચાલ્યા. .. એમાં એ વાત લીધી છે. ‘આનંદઘનજી’ના પદોના એમણે પોતે અર્થ કર્યાં છે.
મુમુક્ષુ :- ...
પૂજ્ય ભાઈશ્રી :– કેટલામું પાનું ? ૫૨૨ ? હા, એ જ છે. લ્યો ! ૭૧૩મો પત્ર છે. ૭૧૩મો પત્ર જ એવો છે.
=
“આસ્તિક એવાં મૂળ પાંચ દર્શન આત્માનું નિરૂપણ કરે છે,...' આ વેદાંતાદિ બધા. ‘તેમાં ભેદ જોવામાં આવે છે, તેનું સમાધાન ઃ– દિન પ્રતિદિન જૈનદર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે, અને વર્ધમાનસ્વામી થયા પછી. થોડાંએક વર્ષમાં તેમાં નાના પ્રકારના ભેદ થયા દેખાય છે તે આદિનાં શા કારણો ?’ (પાનું) ૫૨૧થી શરૂ થાય છે. ‘દિન પ્રતિદિન જૈનદર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે, અને વર્ધમાનસ્વામી થયા પછી થોડાંએક વર્ષમાં તેમાં નાના પ્રકા૨ના ભેદ થયા દેખાય છે તે આદિનાં શા કારણો ? હરિભદ્રાદિ આચાર્યોએ નવીન યોજનાની પેઠે શ્રુતજ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે,...’ .’ ‘રિભદ્રાચાર્ય’ જે શ્વેતાંબરમાં થયા એ બહુ સમર્થ આચાર્ય થયા. અને એમણે ઘણા ગ્રંથો લખ્યા. એમણે શ્રુતજ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે, પણ લોકસમુદાયમાં જૈનમાર્ગ વધારે પ્રચાર પામ્યો દેખાતો નથી....’ એ વખતે એ સંપ્રદાયમાં બહુ પ્રચાર નથી થયો.
અથવા તથારૂપ અતિશય સંપન્ન ધર્મ પ્રવર્તક પુરુષનું તે માર્ગમાં ઉત્પન્ન થવું ઓછું દેખાય છે તેના શાં કારણો ” શ્વેતાંબર સંપ્રદાયમાં અતિશય ધર્મપ્રવર્તક પુરુષનું કોઈ ઉત્પન્ન થવું એવું ખાસ દેખાતું નથી. એક ‘હરિભદ્રાચાર્ય’ જેટલા સમર્થ થયા એવા કોઈ આચાર્ય બીજા સમર્થ નથી થયા. એમનું આ વાક્ય. ‘હવે વર્તમાનમાં તે માર્ગની ઉન્નતિ થવી સંભવે છે કે કેમ ? અને થાય તો શી શી રીતે થવી સંભવિત દેખાય છે, અર્થાત્ તે વાત કચાંથી જન્મ પામી કેવી રીતે, કેવા દ્વારે, કેવી સ્થિતિમાં પ્રચાર પામવી સંભવિત દેખાય