________________
૩૬૬
રાજહૃદય ભાગ-૧૪
પામ્યો દેખાતો નથી...' તોપણ જૈનો ઘટતા જ આવ્યા છે એમ કહે છે.
અથવા તથારૂપ અતિશય સંપન્ન ધર્મ પ્રવર્તક પુરુષનું તે માર્ગમાં ઉત્પન્ન થવું ઓછું દેખાય છે તેનાં શા કારણો ?” એમાં શું છે કે એવા જ્ઞાનના અતિશય હોય એવા સંપન્ન પુરુષો બહુ પ્રમાણમાં ઓછા થયા છે અને તેથી પણ તે માર્ગના જે અનુયાયીઓ છે એની સંખ્યા ઓછી દેખાય છે. તો એમ કેમ ઓછા થયા હશે ? જોકે એ તો કુદરતી જ વસ્તુ છે. કેમકે હુંડાવસર્પિણી કાળ છે.
હવે વર્તમાનમાં તે માર્ગની ઉન્નતિ થવી સંભવે છે કે કેમ ?” આ તો પોતે ને પોતે પોતાની વિચારધારામાં બધા પ્રશ્નો ઉઠાવ્યા છે. હવે અત્યારે આની ઉન્નતિ થાય કે નહિ ? અને થાય તો શી શી રીતે થવી સંભવિત દેખાય છે, અર્થાત્ તે વાત કયાંથી જન્મ પામી કેવી રીતે....' જન્મ પામીને ? ‘કેવા દ્વારે,...’ એટલે કોના વડે એ જન્મ પામીને ? કેવી સ્થિતિમાં પ્રચાર પામવી...' એટલે એને કઈ પરિસ્થિતિમાં પ્રચારમાં મૂકવી ? એનું Planning કેવી રીતે સંભવિત દેખાય છે ?” આવા બધા વિચારો એમને ઉત્પન્ન થયા છે. જૈનદર્શનની ઉન્નતિ માટેના આ વિચારો છે. અવનતિ થઈ રહી છે. જ્યારે શાસનની અવનતિ થઈ જ રહી છે ત્યારે ઉન્નતિના વિચારો ધર્માત્માને વિકલ્પો કોઈ કોઈવાર આવી જાય છે.
ફરી જાણે વર્ધમાનસ્વામીના વખત જેવો વર્તમાનકાળના યોગાદિ અનુસાર તે ધર્મ ઉદય પામે એવું દીર્ઘદૃષ્ટિથી સંભવે છે ?” પોતે ને પોતે પ્રશ્ન ઉઠાવે છે. બધા પ્રશ્ન છેક સુધી ઉઠાવ્યા છે. આ કાગળ અધૂરો હાથમાં આવ્યો છે, અપૂર્ણ હાથમાં આવ્યો છે. પણ પ્રશ્નો બહુ સારા ઉઠાવ્યા છે. ફરી જાણે વર્ધમાનસ્વામીના વખત જેવો વર્તમાનકાળનો યોગાદિ..’ યોગ એટલે એવી કોઈ વ્યવસ્થા, સંયોગો. એવું કાંઈ દીર્ઘદૃષ્ટિથી સંભવે છે ” એવું કાંઈ થઈ શકે ખરું ? લાંબી દૃષ્ટિએ એવું કાંઈ વિચારી શકાય ખરું ? અને સંભવતું હોય તો તે શાં શાં કારણથી ?” જો એવી કોઈ સંભાવના દેખાતી હોય તો એની પાછળના શું કા૨ણો તમને લાગે છે ? અત્યારે તો કાંઈ દેખાતું નથી એમ લાગે છે.
જૈનસૂત્ર હાલ વર્તમાનમાં છે, તેમાં તે દર્શનનું સ્વરૂપ ઘણું અધૂરું રહેલું જોવામાં આવે છે. તે વિરોધ શાથી ટળે ? કારણકે શાસ્ત્રો પણ