________________
પત્રાંક-૭૧૩
૩૬૩ વર્તતી નથી....” એવા પ્રશ્નનો ઉત્તર દેવામાં ઉપયોગ લંબાતો નથી. અમારો ઉપયોગ વારંવાર આત્મા તરફ એટલો વળે છે કે આવા નકામા પ્રશ્નો પ્રત્યે અમને જરાપણ રસ આવતો નથી. અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે... જુઓ ! સમય થોડો છે એમ કહે છે. મનુષ્યપર્યાયનો સમય એક તો અલ્પ છે અને તે પણ અનિયમિત છે. એનો કોઈ નિયમ નથી કે ક્યારે પૂરું કોનું થઈ જાય એનું કોઈ ઠેકાણું નથી.
અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે આત્માર્થનો લક્ષ સૌથી પ્રથમ કર્તવ્ય છે. સૌથી પહેલા મારું આત્મહિત કેમ સધાય ? એ વાત પહેલા કરવા યોગ્ય છે. બાકી બધું પાછળ રાખવું. પહેલા મારું આત્મહિત શું છે એ પહેલા મુખ્યપણે લક્ષની અંદર કરવા યોગ્ય છે અને એને જરાપણ ગૌણતા આપવા જેવી નથી. પછી એની મુખ્યતા થતાં બાકી કાંઈ શક્તિ વધે અને બીજું વિચારાય એ બીજી વાત છે, પણ આને–આત્મહિતને તો ગૌણ કરવા જેવું છે જ નહિ. નહિતર રહી જશે એમ કહે છે. ગમે ત્યારે આયુષ્ય પૂરું થઈ જશે અને આત્મહિત રહી જશે. - મિથ્યાત્વ અવસ્થામાં મનુષ્યપર્યાય પૂરી થાય તો બીજી મનુષ્યપર્યાય ઉત્પન્ન થવામાં બહુ લાંબો કાળ લાગે છે. અબજો જીવનમાં કોઈક જ જીવને મનુષ્યપણું છૂટીને મનુષ્યપણું મળે છે. બાકી મોટા ભાગે વર્તમાન મનુષ્યો તિર્યંચમાં જાય છે, નારકમાં જાય છે. એ ૭૧૨ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૭૧૩
આણંદ, આશ્વિન, ૧૯૫૨
આસ્તિક એવાં મૂળ પાંચ દર્શન આત્માનું નિરૂપણ કરે છે, તેમાં ભેદ જોવામાં આવે છે, તેનું સમાધાનઃ
દિન પ્રતિદિન જૈનદર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે, અને વર્ધમાનસ્વામી થયા પછી થોડાંએક વર્ષમાં તેમાં નાના પ્રકારના ભેદ થયા દેખાય છે તે આદિનાં શાં કારણો?