________________
પત્રાંક-૬૯૫
૧૦૩
સ્વધર્મ’ છે,...' અત્યારે તો એમના સંપ્રદાયમાં એવું થઈ ગયું. એમના આશ્રમોમાં જાવ તો ભક્તિ સિવાય બીજું કાંઈ નથી મળતું.
“ભક્તિપ્રધાન સંપ્રદાયોમાં ઘણું કરીને ભગવદ્ભક્તિ કરવી એ જ જીવનો ‘સ્વધર્મ’ છે, એમ પ્રતિપાદન કર્યું છે, પણ તે અર્થમાં અત્રે સ્વધર્મ’ શબ્દ કહ્યો નથી....' પણ એ અર્થમાં પણ સ્વધર્મ નથી કહ્યો. અહીંયાં તો વર્ણાશ્રમ ધર્મને સ્વધર્મ કહ્યો છે. ચાર વર્ણ અને ચાર આશ્રમને અનુલક્ષીને વાત છે. ‘કેમકે ભક્તિ સ્વધર્મ”માં રહીને કરવી એમ કહ્યું છે,...’ સ્વધર્મ તે ભક્તિ નહિ પણ સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી. એટલે વર્ણાશ્રમ ધર્મમાં રહીને ભક્તિ ક૨વી. જ્યારે જે ઉંમર હોય અને જ્યારે જે કુળમાં જન્મ થયો હોય એમાં રહીને એ પ્રમાણે ભક્તિ ક૨વી. ‘માટે સ્વધર્મનું જુદાપણે ગ્રહણ છે, અને તે વર્ણાશ્રમધર્મના અર્થમાં ગ્રહણ છે.’ ત્યાં આગળ.
“જીવનો સ્વધર્મ’ભક્તિ છે, એમ જણાવવાને અર્થે તો ભક્તિ શબ્દને બદલે ક્વચિત્ જ ‘સ્વધર્મ’ શબ્દ સંપ્રદાયોએ ગ્રહણ કર્યો છે,...’ એ ક્યારેક ક્યારેક એવી રીતે લખ્યું છે. ભક્તિ અને સ્વધર્મ. પણ એ ક્યારેક જ લખ્યું છે. અને શ્રી સહજાનંદના વચનામૃતમાં ભક્તિને બદલે સ્વધર્મ’ શબ્દ સંજ્ઞાવાચકપણે પણ વાપર્યો નથી...' સ્વધર્મનું બીજું નામ ભક્તિ એવું તો ત્યાં અમસ્તું પણ વાપર્યું નથી એમણે તો-એમના વચનોમાં તો. બીજા લોકોએ વેદાંતમાં વાપર્યું છે. એટલે કે ક્વચિત શ્રી વલ્લભાચાર્યે વાપર્યો છે.’ એ પણ છપૈયા'ના થયા. એ પાંચસો વર્ષ પહેલા થયા. આ બસ્સો વર્ષ પહેલા થયા. તો એ પણ છપૈયા'ના જ હતા. એમણે પણ આ બાજુ નવો સંપ્રદાય વૈષ્ણવધર્મમાં ઊભો કર્યો એને આ લોકો શ્રૃંગાર ધર્મ કહે છે. એ ‘વલ્લભાચાર્ય'ની પણ જુદી જુદી કથાઓ આવે છે. એમાં એ શબ્દ એમણે વાપર્યો છે ભક્તિની બાબતમાં. એટલે એમણે સહજાનંદસ્વામીનું વાંચ્યું છે, વલ્લભાચાર્યનું પણ વાંચ્યું છે. બધો અભ્યાસ કરી ચૂકયા છે. અજાણ્યા નથી પાછા. એ ૬૯૫ (પત્ર પૂરો) થયો.