________________
૨૧૮
રાજહૃદય ભાગ-૧૪
તા. ૨૨-૫-૧૯૯૧, પત્રાંક – ૭૦૩, ૭૦૪
- પ્રવચન ન. ૩૨૪
“શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃત, પત્ર-૭૦૩મો ચાલે છે. પત્ર-૭૦૩, પાનું-૫૧૩. બાહ્ય ત્યાગના વિષયમાં ક્યારે એ ત્યાગ ઉચિત છે, ક્યારે એ ત્યાગ અનુચિત છે. બીજા સંપ્રદાયોનો એ વિષયમાં અભિપ્રાય અને જિનેન્દ્રદેવના અભિપ્રાયમાં શું તફાવત છે ? લૌકિક દૃષ્ટિ એમાં શું છે ? અલૌકિક દૃષ્ટિ એમાં શું છે ? એ વગેરે વિષયની ચર્ચા કરી છે. બીજો Paragraph છે, પ૧૩ પાને.
પ્રથમથી જ જેને ઉત્તમ સંસ્કારવાળો વૈરાગ્ય ન હોય. એટલે નાની ઉંમરમાં જેને બહુ ઊંચા સંસ્કારો ન હોય અને વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપિ ત્યાગનો પરિણામે લક્ષ રાખીછેવટે ત્યાગ કરવો છે એવો લક્ષ રાખીને “આશ્રમપૂર્વક પ્રવર્તે.” એટલે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે તો તેણે
એકાંતે ભૂલ જ કરી છે, અને ત્યાગ જ કર્યો હોત તો ઉત્તમ હતું, એમ પણ જિનસિદ્ધાંત નથી. એણે કેમ ત્યાગ ન કર્યો? પહેલેથી જ કેમ ત્યાગ ન કર્યો, એવો જિનનો સિદ્ધાંત નથી. કેમકે એની ત્યાગ કરવાની યોગ્યતા નથી અને બીજી વૃત્તિઓ પડી છે. એ વૃત્તિઓ જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી એને ત્યાગ કરવો ઉચિત નથી.
માત્ર મોક્ષસાધનનો પ્રસંગ પ્રાપ્ત થયું તે પ્રસંગ જતો કરવો ન જોઈએ, એમ જિનનો ઉપદેશ છે.' ઉંમર ગમે તે હોય, મનુષ્યની ઉંમર ગમે તે હોય પણ જ્યારે એને મોક્ષસાધનનો અવસર આવતો હોય એ વખતે એને ત્યાગ કરવાનો પ્રસંગ હોય તો એણે એ જતો કરવો જોઈએ નહિ. અથવા બીજો કોઈ વિકલ્પ મુખ્ય નહિ કરવો જોઈએ કે જેની આગળ પારમાર્થિક એવો મોક્ષનો પ્રસંગ ગૌણ થઈ જાય. એવું તો કદાપિ કરવા યોગ્ય નથી. “એમ જિનનો ઉપદેશ છે.'
હવે ઉત્તમ સંસ્કારવાળાની વાત કરે છે. બધા પડખાં ચર્ચે છે. ઘણા