________________
રાજક્ય ભાગ-૧૪
૨૧૪ તિર્યંચગતિમાં જવાનું કારણ છે.
તે કારણો પ્રાપ્ત થયે તે દેહથી ભોગાદિમાં પડવાનું કહેવું, એ મનુષ્યદેહને મોક્ષસાધનરૂપ કરવા બરાબર કહેવાય, કે સંસારસાધનરૂપ કરવા બરાબર કહેવાય, તે વિચારવા યોગ્ય છે. તમે વિચારી લેજો. તમારું ખોટું છે એમ ન કીધું. તમે ભોગાદિના સાધનમાં નાખીને એને મોક્ષનું સાધન બતાવવા માગો છો કે સંસારનું સાધન બતાવવા માગો છો? તમે જ વિચાર કરીને કે તમે આ શું વાત કરો છો ? આટલી ખબર નથી પડતી? એમ કહે છે.
વેદોક્ત માર્ગમાં ચાર આશ્રમ બાંધ્યા છે તે એકાંતે નથી.” વેદોક્ત માર્ગમાં ચાર આશ્રમની વાત કરી છે પણ બધા કાંઈ એવી રીતે નથી ચાલ્યા. જુઓ ! એમણે નામ લીધા. વામદેવ, શુકદેવ, જડભરતજી એ. આદિ આશ્રમના ક્રમ વગર ત્યાગપણે વિચર્યા છે. આ બધા વેદાંતના પ્રખર માણસો છે. એટલે વેદાંત પણ જોઈ ગયા છે. આ તો આશ્રમના ક્રમ વગર પહેલેથી જ ત્યાગી હતા અને સંન્યાસી હતા. જેથી તેમ થવું અશક્ય હોય, તેઓ પરિણામે યથાર્થ ત્યાગ કરવાનો લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તે સામાન્ય રીતે ઠીક છે, તેમ થવું એટલે ત્યાગ કરવો અશક્ય હોય, એટલી શક્તિ ન હોય અને તેઓ પરિણામે યથાર્થ ત્યાગ કરવાનો લક્ષ રાખી.” ગૃહસ્થાશ્રમમાં જાય. ગૃહસ્થાશ્રમના લક્ષે ગૃહસ્થાશ્રમ નહિ. યથાર્થ ત્યાગ કરવાના લક્ષે પ્રવેશ કરે કે, ભાઈ ! અત્યારે મારા પરિણામની શક્તિ નથી. તો એ પોતે શક્તિ મેળવવા માટે પણ લક્ષ રાખીને આશ્રમમાં પ્રવર્તે તો તે સામાન્ય રીતે ઠીક છે...” સામાન્યપણે એ વાત કાંઈક વ્યાજબી છે કે એના પરિણામ એ રીતે કામ કરતા નથી. એમ કહી શકાય.
મનુષ્ય “આયુષ્યનું એવું ક્ષણભંગુરપણું છે કે, આ બીજો ન્યાય કાઢ્યો પાછો. તું પચાસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહેવા માગે છો પણ આયુષ્યનો ક્યાં ભરોસો છે, એમ કહે છે. એ કાંઈ તારું નક્કી નથી. પછી શું કરીશ ? કે “આયુષ્યનું એવું ક્ષણભંગુરપણું છે કે, તેવો ક્રમ પણ વિરલાને જ પ્રાપ્ત થવાનો વખત આવે.” એ પહેલા જ, પચાસ વર્ષ પૂરા થયા પહેલા ઘણા ચાલ્યા જાય છે. કદાપિ તેવું આયુષ્ય પ્રાપ્ત થયું હોય.”