________________
૩૬૦
રાજહૃદય ભાગ-૧૪
હોય. એટલો બધો ધંધો મોટો હોય કે એ ધંધાની લે-વેચ ઉપ૨ એક જુદો માણસ જોઈએ અને મૂડીની વ્યવસ્થા કરવામાં જુદો માણસ જોઈએ. મૂડી અને Account ની વ્યવસ્થા કરવા જુદો વિભાગ જોઈએ. હવે જે લે-વેચ કરવાવાળો છે એ ઓલું સંભાળી ન શકે. એ Account ની અને મૂડીની વ્યસ્થા ન સંભાળી શકે. Account અને મૂડીની વ્યવસ્થા સંભાળતો હોય એ લે-વેચ ન સંભાળી શકે. કેમકે શક્તિ મર્યાદિત છે. પૂરું ધ્યાન આપવું પડે તો જ એ સંભાળી શકાય એવો એક એક વિભાગ છે. આ એક લગભગ તમને જોવામાં આવશે. કોઈક અસાધારણ Capacityવાળા માણસની વાત જુદી છે કે બેય સંભાળી લેતા હોય. એ અસાધારણ Capacity હોય એની વાત છે. સામાન્ય રીતે એવું હોય છે.
?
એમ આમાં પણ થોડુંક એવું છે કે જો મતમતાંતરની મુખ્યતામાં મુમુક્ષુ આવી ગયો તો આત્મહિત સંભાળવું થોડુંક મુશ્કેલ છે. અને આત્મહિત સંભાળનારો એનાથી જરાક આઘો રહેશે કે એ વિચારધારામાં જાવું નથી. મને હિતરૂપ કેટલી વાત છે ? એટલે એમણે મૂળમાર્ગમાં ગાયું કે, ચાર વેદ પુરણા આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યા એ જ ઠેકાણે ઠરો.' એ કયાંથી કાઢ્યું ? કે ભગવાનની વાણીમાંથી આણે શું લીધું છે, એ એમને જ્ઞાન થયા પછી ખ્યાલ આવે છે. સમ્યગ્નાનમાં એ ખ્યાલ આવે છે કે આત્મહિતની વાત એણે કઈ ઉપાડી ? અને બીજી ભેળસેળવાળી વાત કઈ કરી નાખી ? પણ એ જ્ઞાનીનું કામ છે. મુમુક્ષુની એ Capacity બહારનો વિષય છે.
એટલે આ પરિસ્થિતિમાં એ મુમુક્ષુઓને એ બાજુ દોરવા માગતા નથી. એવું લાગે છે. જુદી જુદી જગ્યાએ એમણે જે સૂચનો કર્યાં છે, શીખામણો આપી છે, ભલામણ કરી છે એ ઉપરથી એમ લાગે છે કે એ પોતે મુમુક્ષુને એ બાજુ જલ્દી દોરી જવા માગતા નથી. કે કયું દર્શન સાચું અને કયુ દર્શન ખોટું ? એવું નથી દોરી જવા માગતા. એ નિર્ણય અત્યારે તમે નહીં કરો. અત્યારે તમે તમારા આત્મહિતને શું અનકૂળ છે એટલો નિર્ણય કર્યો.
આત્મહિતને કેન્દ્રસ્થાનમાં રાખીને એ દિશામાં આગળ વધતા જો તમને સ્વરૂપપ્રાપ્તિ થશે તો તમને સત્યાસત્યનો તરત જ ખ્યાલ આવી