________________
પત્રક-૭૦૪
૨૩૧
ઇંદ્રિયો અતૃપ્ત હોય, વિશેષ મોહપ્રધાન હોય, મોહવૈરાગ્યે માત્ર ક્ષણિક વૈરાગ્ય ઊગ્યો હોય અને યથાતથ્ય સત્સંગનો જોગ ન હોય તો તેને સાધુપણું આપવું પ્રાયે પ્રશસ્ત કહી ન શકાય, એમ કહીએ તો વિરોધ નહીં; પણ ઉત્તમ સંસ્કારવાળા અને મોહાંધ, એમણે સર્વેએ ગૃહસ્થાશ્રમ ભોગવીને જ ત્યાગ કરવો એવો પ્રતિબંધ કરતાં તો આયુષ્યાદિનું અનિયમિતપણું, પ્રાપ્ત જોગે તેને દૂર કરવાપણું એ આદિ ઘણા વિરોધથી મોક્ષસાધનનો નાશ કરવા બરાબર થાય, અને જેથી ઉત્તમપણું ઠરતું હતું તે ન થયું તો પછી મનુષ્યપણાનું ઉત્તમપણું પણ શું છે ? એ આદિ અનેક પ્રકારે વિચાર કરવાથી લૌકિક દૃષ્ટિ ટળી અલૌકિક દૃષ્ટિએ વિચારજાગૃતિ થશે.
વડના ટેટા કે પીપળના ટેટાનું રક્ષણ પણ કંઈ તેના વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કહ્યું નથી. તેમાં કોમળપણું હોય છે ત્યારે અનંતકાયપણાનો સંભવ છે. તેથી તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી ચાલી શકે તેવું છે છતાં તે જ ગ્રહણ કરવી એ વૃત્તિનું ઘણું ક્ષુદ્રપણું છે, તેથી અભક્ષ્ય કહ્યાં છે, તે યથાતથ્ય લાગવા યોગ્ય છે.
પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ તેવું પાણી પીવાથી પાપ નથી એમ કહ્યું નથી. વળી તેને બદલે ગૃહસ્થાદિને બીજી વસ્તુથી ચાલી શકતું નથી તેથી અંગીકાર કરાય છે; પણ સાધુને તો તે પણ લેવાની આજ્ઞા પ્રાયે આપી નથી.
જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનને લૌકિક દૃષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દૃષ્ટિએ વિચારવા યોગ્ય છે. તે અલૌકિક દૃષ્ટિનાં કારણો સામા જીવને હૈયે જો બેસાડી શકવાની શક્તિ હોય તો બેસાડવાં, નહીં તો પોતાનું એ વિષેમાં વિશેષ જાણપણું નથી એમ જણાવવું તથા મોક્ષમાર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી એ આદિ કારણો યથાશક્તિ દર્શાવી