________________
૩૫૨
રાજહૃદય ભાગ-૧૪ જ યોગનો અભિપ્રાય છે,..' સાંખ્ય અને યોગ એ પણ વેદાંતનો એક પેટા ભેદ છે. એના પણ લગભગ સરખા અભિપ્રાય છે.
‘સહજ ભેદ છે તેથી તે દર્શન જુદા ગવેજ્યાં નથી.' નહિતર બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, મીમાંસા, વૈશેષિક અને યોગ. સાત લેત. એના બદલે પાંચ કરી નાખ્યા છે. મીમાંસામાં બે અભિપ્રાય છે. પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. એમ મીમાંસાદર્શનના બે ભેદ છે; પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસામાં વિચારનો ભેદ વિશેષ છે;...' એટલે કે બે વચ્ચે ઘણો તફાવત છે. આમાં ઉપર પાંચમાં એક ગણ્યું છે પણ ખરેખર એ બે છે અને બંનેમાં ઘણો મોટો અભિપ્રાયભેદ છે. તથાપિ મીમાંસા શબ્દથી બેયનું ઓળખાણ થાય છે;...' બંનેના અનુયાયીઓ મીમાંસકો કહેવાય છે. પેલા વેદાંતિ કહેવાય એમ આ મીમાંસક કહેવાય છે. બંનેના અનુયાયીઓ. હવે અત્યારે તો લગભગ બધા પેટા ભેદો ભૂંસાઈ ગયા છે. આ તો સોએક વર્ષ પહેલાની વાત છે. અત્યારે તો કોઈ તત્ત્વજ્ઞાનમાં... જૈન સંપ્રદાયમાં સૌથી વધારે તત્ત્વજ્ઞાન હોવા છતાં ભૂંસાઈ ગયું. સમાજની અંદર કોઈ તત્ત્વજ્ઞાન જાણતા નથી. તો આ અન્યમતિઓ તો એથી વધારે જગતની પ્રવૃત્તિમાં પડી ગયેલા જીવો છે. મુમુક્ષુ :- આ વેદાંતિ...
પૂજ્ય ભાઈશ્રી :- વેદાંતિને નામે ઓળખાય અથવા હિન્દુને નામે ઓળખાય છે. હવે તો વેદાંતિ શબ્દ ઓછો થઈ ગયો છે. હિન્દુ કહો એમાં બધા પેટાભેદ છે. એમાં તો કેટલાય છે. પછી એમાંથી તો અત્યારે તો સેંકડો થઈ ગયા છે. કેમકે દેવ-દેવલા ઘણા નીકળ્યા. એને માનનારા પણ
ઘણા થયા.
તેથી અત્રે તે શબ્દથી બેય સમજવાં. પૂર્વમીમાંસાનું જૈમિની’ અને ઉત્તરમીમાંસાનું ‘વેદાંત’ એમ નામ પણ પ્રસિદ્ધ છે.’ એટલે જૈમિની નામના એમાં ઋષિ થઈ ગયા છે. એટલે એને જૈમિનીય કહેવામાં આવે છે. તે પૂર્વમીમાંસકો છે. ઉત્તરમીમાંસામાં અઢાર ઉપનિષદ છે એને વેદાંત કહેવામાં આવે છે. અંત. વેદનો અંતમો ભાગ છે. એને વેદાંત કહે છે. એમાં બ્રહ્મ અને આત્મા ઉપરની ફિલોસોફી વેદાંતમાં છે. એટલે વેદના અંતના ભાગમાં છે. બાકી તો ક્રિયાકાંડ, યજ્ઞ, યાજ્ઞાદિ બીજી લૌકિક વિદ્યા