________________
પત્રાંક-૬૯૬
૧૧૧ છે કે જે દુઃખનું કારણ થાય છે, બંધનનું કારણ થાય છે, જ્ઞાનીને સુખનું કારણ થાય છે અને મુક્તિનું કારણ થાય છે. અહીં સુધી વિષય સ્પષ્ટ છે. પોતે જો જ્ઞાનદશાને વિચારવા-સમજવા ધારે તો.
જ્ઞાની એ વખતે પોતાના જ્ઞાનને સંભાળે છે. એ એમ અનુભવે છે કે મને મારો આત્મા તો જ્ઞાનપણે અનુભવમાં આવે છે. જ્ઞાનમાં દુઃખ નથી, પીડા નથી. આત્મા જ જ્ઞાનપણે વેદાય છે. પ્રારબ્ધ છે એ તો સમ્યક પ્રકારે જણાય છે. સમ્યક્ પ્રકારે જણાય છે એટલે વેદનારૂપ પ્રારબ્ધનો જે ઉદય, એ તો માત્ર મારાથી ભિન્ન છે એમ જાણવાનું કારણ બને છે. જ્ઞાનમાં શેયરૂપ નિમિત્ત છે, કારણ છે. એ સિવાય એથી આગળ તો વસ્તુસ્થિતિ એ નથી. વાસ્તવિક વસ્તુસ્થિતિએ એ વાત નથી.
જ્ઞાની અંતરંગમાં કેવી રીતે કાર્ય કરે છે એ જો એનો પુરુષાર્થ ઓળખાય, એની કાર્યપદ્ધતિ ઓળખાય અને સમજાય તો સમજનાર મુમુક્ષજીવને અવશ્ય એ કાર્ય કેમ થાય છે એનું અનુસરણ કરવાનું એનાથી સુગમ બને. જે Problem-સમસ્યા છે એ એટલી છે કે કેવી રીતે કામ કરવું ? જે કોઈ સમસ્યા છે એ એ જાતની છે કે મારે કામ કેવી રીતે કરવું? મારે અવશ્ય કામ કરવું છે. મુમુક્ષુ એમ કહેશે કે મારે તો કરવું છે અને કરવા માટે હું દુનિયાના બધા ક્ષેત્રો છોડીને અત્યારે આ ક્ષેત્રમાં બેઠો છું કે જ્યાં મુક્તિની વાત ચાલી શકે છે. જ્યાં મુક્તિની વાત ખરેખર પ્રસિદ્ધ છે અને પ્રગટ છે. પણ વાત તે વાત છે. મારે કામ કેમ કરવું એ હજી સમસ્યા છે.
કહે છે, જ્ઞાનીનું જીવન છે, જ્ઞાનીનું પરિણમન છે એ એક પ્રયોગાત્મક જીવન છે કે જે પ્રયોગ તને નજરે જોવા મળે છે. જો પ્રત્યક્ષ જ્ઞાની હોય તો સહવાસથી, સાનિધ્યથી, સમીપતાથી એ વાત નજરે જોવા મળે છે. નહિતર ગ્રંથોથી પણ એ વાત જ્ઞાનીઓએ પોતાના અનુભવની મુકતા ગયા, લખતા ગયા કે વર્તમાનમાં, ભવિષ્યમાં કોઈને પણ ઉપકારી થવાનો સંભવ છે.
પ્રયોગ જોવો અને પ્રયોગ કરવો એમાં અવશ્ય ફેર છે. કેમ ? કે પ્રયોગ કરવામાં Practice છે, પ્રયોગ જોવામાં Practice નથી. રોટલી વણતા રોજ જોવાય, જોવામાં આવે તો કાંઈ આવડી ન જાય. પણ વણવાનો પ્રયત્ન કરે, Practice કરે તો આવડે. એમ પોતાને પણ પ્રયોગ