________________
ચજહૃદય ભાગ-૧૪ હતો ને ? કે જ્ઞાનીનું સમ્યજ્ઞાન રાગાદિ કષાયને લગામમાં રાખે છે, Control માં રાખે છે, એના ઉપર નિયમન કરે છે. આપણે તે દિવસે નોંધ કરી છે. નિયમન કરે છે. નિયમન કરે છે એટલે Control કરે છે. એ સમ્યજ્ઞાન પોતે જ રાગને મર્યાદિત કરી નાખે છે. એની ભૂમિકાની બહાર જવા નથી દેતું. કેમકે જાગૃત છે ને ? એનું અવલોકન છે એટલે એ તો સીધું રોકાઈ જાય. આગળ વધતું જ અટકી જાય. તો એનો એ વ્યવહાર થયો. નિશ્ચયપૂર્વકનો એ વ્યવહાર થયો. કે રાગ આગળ વધ્યો નહિ તો રાગની ક્રિયા આગળ વધવાનો સવાલ થતો નથી. એનું નામ વ્યવહાર છે. પણ નિશ્ચયની ખબર ન હોય અને વ્યવહાર બરાબર પાળું છું. એ વાત કોઈ દિવસ બનતી નથી.
ગુરુદેવ' એક બહુ સરસ સિદ્ધાંત આ વિષયમાં કહેતા હતા. કે વ્યવહારનો જન્મ ક્યારે થાય છે ? કે પ્રથમ નિર્વિકલ્પ દશામાં નિશ્ચયસ્વરૂપની જ્યારે અનુભવમાં પ્રાપ્તિ થાય છે ત્યારે વ્યવહારનો જન્મ થાય છે. ત્યાં સુધી વ્યવહારનયનો જન્મ જ નથી થતો. નિશ્ચય અને વ્યવહાર સાથે જ રહે છે. એમાં એમ માને કે હું એકલો વ્યવહાર પાળુ છું એ પણ ખોટો છે અને હું એકલો નિશ્ચય આદરું છું એ પણ ખોટો છે. બેમાંથી એકેય સાચા નથી. બંને સાથે જ હોય. મોક્ષમાર્ગમાં તો બંને સાથે જ હોય. જ્યારે નિશ્ચય જન્મે ત્યારે જ વ્યવહાર જન્મે. પણ નિશ્ચયપૂર્વક. વ્યવહારપૂર્વક નહિ. આ પાછો સિદ્ધાંત ઉલટી જાય છે. વ્યવહારપૂર્વક નિશ્ચય જન્મતો નથી પણ નિશ્ચયપૂર્વક વ્યવહારનો જન્મ થાય છે. વાત એકની એક નથી. ઉલટી-સૂલટી થઈ જાય છે.
મુમુક્ષુ - નિશ્ચયનો આગ્રહ રાખે અને વ્યવહારને ઉડાડી દે તો?
પૂજ્ય ભાઈશ્રી :- વ્યવહારને ગૌણ કરવો. મોક્ષમાર્ગમાં વ્યવહારનો નાશ તો થઈ શકશે નહિ. મોક્ષમાર્ગમાં રાગમાં ઊભો છે અને પૂર્ણ વીતરાગ નથી થયો ત્યાં સુધી વ્યવહારનો નાશ તો થઈ નહિ શકે. પણ એને ગૌણ રાખવો. કેમકે છદ્મસ્થની ભૂમિકામાં એકને જ મુખ્ય કરી શકાય છે. કાં તો નિશ્ચયને અને કાં વ્યવહારને. જે વ્યવહારને મુખ્ય કરે છે એ નિશ્ચયને ખોવે છે અને જે નિશ્ચયને મુખ્ય કરે છે તે યથાર્થપણે વ્યવહારને પાળે છે. આમ થાય છે. આ મોક્ષમાર્ગની વ્યવસ્થા છે. ખરેખર તો