________________
૭૪
રાજહૃદય ભાગ-૧૪ લોકવાયકામાં પણ આવે કે આટલું તપ કર્યું હતું ને એમાં લબ્ધિ પ્રગટી ગઈ. અને રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થઈ ગઈ. એવો મોહ ઉત્પન થાય. અજ્ઞાનદશામાં ક્રિયાકાંડ કરનારને સિદ્ધિમોહનો લોભ ઉત્પન્ન થઈ જાય છે. અને પૂજા સત્કારાદિ યોગ” બીજા અને તપસ્વી તરીકે માન આપે. શાતા પૂછવા આવે. આજે પાંચમો ઉપવાસ છે. છે તો શાતાને ? એમાં ન આવ્યો હોય એના ઉપર ધ્યાન જાય પાછું. આપણી શાતા પૂછવા આવ્યો નહિ. અપેક્ષા રાખીને બેસે. અને કાં વરઘોડો કાઢવાનો, કાં તપસ્વી તરીકે છાપામાં હવે ફોટા આવે છે. આ બધા પ્રકારની અંદર જીવ આવે છે.
જોકે પૂજા સત્કાર આદિ યોગનો દોષ તો જ્ઞાનમાર્ગમાં પણ આવે છે. પોતાનું જાણપણું વિશેષ થાય. પહેલા જે જિજ્ઞાસાથી પોતે પ્રશ્ન પૂછતો હતો એવા પ્રશ્નો બીજા જિજ્ઞાસ જીવ જ્યારે એને પૂછવા માંડે ત્યારે એને એમ લાગે કે હવે કાંઈક મારું સ્થાન બીજું છે. હવે હું પ્રશ્ન કરનારના સ્થાને નથી પણ હું જવાબ દેનારના સ્થાને, ઉત્તર આપનારના સ્થાને છું. માટે મારું માન જળવાવું જોઈએ. હું જ્યાં જાવ ત્યાં મારું માન જળવાવું જોઈએ. મારું માન ન જળવાય તો હું જાવ નહિ એ પ્રકારે પૂજા-સત્કારનો પણ મોહ થાય છે. અથવા બીજા બહુમાન કરે તો એનો મોહ એને લાગુ પડી જાય છે કે ક્યાં ક્યાં મારું માન સચવાય છે, ક્યાં મારું માન સચવાતું નથી. એ તો બંને જગ્યાએ લાગુ પડે છે કે જ્યાં કાંઈક વિશેષતા થાય એટલે નીચેવાળા માન આપવા માંડે અને પોતાને માન ચડી જાય એની એને ખબર પડે નહિ.
એવો પૂજાસત્કારાદિ યોગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ.” નિષ્ઠા એટલે શ્રદ્ધા. શરીરની ક્રિયામાં આત્માની શ્રદ્ધા થઈ જાય. આ મેં કર્યું. આ ક્રિયા મેં કરી, આ ક્રિયા મેં કરી. એ અસતુ અભિમાન ચારિત્રનો દોષ છે અને આત્મનિષ્ઠા એ શ્રદ્ધાનો દોષ છે. બંને દોષ લાગુ પડે. એ આદિ એટલે વગેરે વગેરે અનેક પ્રકારના દોષોનો સંભવ રહ્યો છે?
કોઈક મહાત્માને બાદ કરતાં...” કોઈક મહાત્માને બાદ કરતા એટલે કોઈ મહાપુરુષ, તીર્થકર જેવા મહાપુરુષને બાદ કરતાં “ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે....... આપણે વિનમ્ર થઈને દેવ-ગુરુ-શાસ્ત્ર-સટુરુષની ભક્તિમાં રહો અને એના માર્ગદર્શન નીચે આપણે આગળ ચાલો. આપણે અજાણ્યા છીએ, સ્વતંત્રપણે ચાલવા