________________
પત્રાંક-૭૦૧
૧૬૩ ત્રણ વર્ષ પછી ઊગે નહિ ત્યારે એમાં જીવ હોય નહિ. કદાપિ બીજ જેવો આકાર તેનો હોય....” એટલે ત્રણ વર્ષ પછી બીજ એમનેએમ દેખાય. પણ તે વાવવાથી ઊગવાની યોગ્યતારહિત થાય.” જો નિર્જીવ હોય તો વાવે તોપણ ઊગે નહિ અને સજીવ હોય તો વાવે તો એ ઊગે છે.
સર્વે બીજની અવધિ ત્રણ વર્ષની સંભવતી નથી.” આ અનાજ માટે સામાન્ય આ મર્યાદા છે કે ત્રણ વર્ષ સુધી તે સજીવ રહે છે. પણ બધા બીજો જેટલા વૃક્ષના બીજો છે, જેટલા વનસ્પતિના બીજો છે એ બધાને એટલી મર્યાદા નથી. બધાની જુદી જુદી છે. કેટલાંક બીજની સંભવે છે.' એમ કરીને એ બીજના સચેત-અચેતનો ખુલાસો આપ્યો છે.
પછી પાંચમું કહે છે કે, ફ્રેંચ વિદ્વાને શોધેલા યંત્રની વિગતનું વર્તમાન બીડ્યું તે વાંચ્યું છે. કોઈએ છાપાની કાપલી બીડી છે કે ફ્રાંસના કોઈ વિદ્વાન છે. ફ્રેંચ કહેવાય. ફ્રાંસના લોકોને ફ્રેંચ લોકો કહે છે. એણે આવી કોઈ શોધ કરી છે. જુઓ, તમે આ કાપલી વાંચો. આ છાપામાં આવ્યું છે એમ કરીને તેમાં આત્મા જોવાનું યંત્ર તેનું નામ આપ્યું છે, તે યથાર્થ નથી. કોઈ એક ફ્રેંચ વિદ્વાને યંત્ર એક યંત્ર બહાર પાડ્યું છે કે જેમાં આત્મા દેખાય છે. તો કહે છે, આ ગપ્યો છે. અને આજથી માનો કે ૧૯૫૨. ૯૫ વર્ષ પહેલાનું છે તો અત્યારે તો એનું Development થઈ ગયું હોય. તે દિ નિષેધ કર્યો છે એ બરાબર કર્યો છે. કેમકે જિનાગમ અનુસાર કોઈપણ ઇન્દ્રિયજ્ઞાનથી આત્માને જોઈ શકાય એવું આત્માનું રૂપીપણું છે જ નહિ. કેમકે ઇન્દ્રિયજ્ઞાનનો વિષય રૂપી પદાર્થ છે અને આત્મા અરૂપી છે. માટે ઇન્દ્રિયજ્ઞાનની મર્યાદાના બહારનો વિષય છે. એમાં કોઈ સાધન કામ કરી શકે નહિ.
ફ્રેંચ વિદ્વાને શોધેલા યંત્રની વિગતનું વર્તમાન બીડ્યું તે વાંચ્યું છે. તેમાં આત્મા જોવાનું યંત્ર તેનું નામ આપ્યું છે, તે યથાર્થ નથી. એવા કોઈપણ પ્રકારના દર્શનની વ્યાખ્યામાં આત્માનો સમાવેશ થવા યોગ્ય નથી.” દેખી શકાય એવું કોઈ સાધન નથી. એનો સમાવેશ ક્યાંય થઈ શકે એવું નથી. તમે પણ તેને આત્મા જોવાનું યંત્ર સમજ્યા નથી, એમ જાણીએ છીએ.” હવે જેણે પ્રશ્ન કર્યો છે અને એમ કહે છે કે તમે તો જૈન છો. જિનાગમની વાત સ્વીકારો છો. માટે “તમે પણ તેને આત્મા જોવાનું