________________
પત્રાંક-૭૦૨
૧૯૩ અનેકાંત અને મિથ્યા અનેકાંત.
જ્યાં સમ્યફ એકાંત છે ત્યાં સમ્યક અનેકાંત છે, જ્યાં મિથ્યા એકાંત છે ત્યાં મિથ્યા અનેકાંત છે. એમ અવિનાભાવીપણે બંને પડખાં સાથે રહે છે. ત્યારે જૈનદર્શનનો અનેકાંતવાદ પ્રસિદ્ધ છે અને જૈનો અનેકાંતવાદી છે, એવું અન્યમતિઓ વેદાંતીઓ વગેરે જાણે છે. તોપણ આ એક રહસ્ય છે કે જૈનદર્શન શુદ્ધ પરિણામોની અને શુભાશુભ પરિણામોની અનેક પ્રકારે ચર્ચા કરતું હોવા છતાં અને માર્ગ દર્શાવતું હોવા છતાં એ જ જૈનદર્શનમાં સ્વરૂપની પ્રાપ્તિ, નિજપદની પ્રાપ્તિ કરવી એ હેતુને અનુલક્ષીને બધું જ કહેવામાં આવ્યું છે.
નિજ સ્વરૂપની, નિજપદની પ્રાપ્તિ કરવી એવો જે સમ્યફ એકાંત, એ એક ધર્મ થયો કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી. એવો જે એક સમ્યફ એકાંતરૂપ ધર્મ એની પ્રાપ્તિ સિવાય અનેકાંત બીજી કોઈ રીતે ઉપકારી નથી. એટલે અનેકાંતના બહાના નીચે જો પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો હેતુ ન સચવાતો હોય તો એ મિથ્યા અનેકાંત સમજવો, એને સમ્યકુ અનેકાંત ન સમજવું અને સમ્યફ અનેકાંતમાં તો પોતાના નિજપદની સમ્યફ એકાંતે પ્રાપ્તિ થાય એવો જ હેતુ રહેલો છે.
મુમુક્ષુ – મુમુક્ષુ..
પૂજ્ય ભાઈશ્રી :- સાથે રહેવો જોઈએ. જેમ કે મુમુક્ષુ ગમે તે ક્રિયા કરે તો સ્વરૂપની ઓળખાણ પહેલા અને સ્વરૂપ પ્રાપ્તિનું લક્ષ હોવું જોઈએ અથવા પોતાના ધ્યેયનું લક્ષ હોવું જોઈએ કે મારે પરિપૂર્ણ શુદ્ધ થવું છે. એ લક્ષે મારે જે કાંઈ કરવું છે તે કરવું છે અથવા આત્મહિતાર્થે જે કાંઈ કરવું છે તે કરવું છે. આત્મહિત છોડીને મારે કાંઈ કરવું નથી.
૨૩મા વર્ષમાં “કૃપાળુદેવનો પત્ર જોવામાં આવે તો બહુ સ્પષ્ટ ખ્યાલમાં આવશે કે ખાવું છે તો આત્માર્થે, નથી ખાવું તો આત્માર્થે, રળવું છે તો આત્માર્થે અને નથી રળવું તો આત્માર્થે, બોલવું છે તો આત્માર્થે અને મૌન રહેવું છે તો આત્માર્થે. એનો અર્થ શું થાય છે? એમણે તો ઘણા ભંગભેદ લીધા છે દિનચર્યાના બધા ભંગભેદ લીધા છે. એનો અર્થ શું છે ? કે મારી સર્વ દિનચર્યામાં અને મારી સર્વ પ્રવૃત્તિમાં એક આત્માર્થનું જ લક્ષ છે. આત્માર્થનું લક્ષ છોડીને હું કાંઈ કરતો નથી. એ એમના ૨૩મા વર્ષના