________________
૧૯૦.
રાજહૃદય ભાગ-૧૪ તે માત્ર અનુકંપાબુદ્ધિએ...” લખ્યું છે. તમારા પ્રત્યેની અનુકંપાને લીધે લખ્યું છે. અમારે કાંઈ જોતું નથી. પણ તમે જે બાહ્ય વ્યવહારમાં પડ્યા છો અને જરા પણ સ્વરૂપનું લક્ષ થતું નથી તો તમને કદાચ એમ થશે કે, ભાઈ ! અમારા આત્મકલ્યાણ માટે તો અમે આ બધું કરીએ છીએ. અમે ધર્મની ક્રિયા પણ આત્મકલ્યાણ માટે જ કરીએ છીએ ને? અમારો આશય તો આત્મકલ્યાણનો જ છે ને ? એમ અમે અનેકાંત રાખ્યું છે. નિજપદની પ્રાપ્તિ થઈ કે નથી થઈ ? થાય છે કે નથી થાતી ? યથાર્થ માર્ગ છે કે નહિ એ તો જુઓ! એમનેમ ક્યાંથી પ્રાપ્તિ થવાની) ? આશય મારો બરાબર છે માટે પ્રાપ્તિ થઈ જવાની છે ? કે એ વાત ખોટી છે. તો દ્રવ્યલિંગીને આત્મકલ્યાણનો અભિપ્રાય નહોતો ? એટલે એ વાત પોતાને ભ્રમણામાં નાખવાની છે.
માત્ર અનુકંપાબુદ્ધિએ, નિરાગ્રહથી લખ્યું છે. કહેવા પાછળ અમારો કોઈ આગ્રહ નથી કે તમે અત્યારે આ બધી ક્રિયા છોડી દ્યો. છોડાવવાના આગ્રહથી પણ કહ્યું નથી. નિરાગ્રહપણે મધ્યસ્થબુદ્ધિએ લખ્યું છે. નિષ્કપટતાથી,” લખ્યું છે કે આમાં અમારું કોઈ કપટ નથી, કોઈ માયાચાર નથી કે આવી રીતે આમ કહેશું તો આમ થશે. અત્યારે આમ કહી દઈએ. પછી આમ કહેશું, પછી આમ કહેશું, Pre planning જેને કહે, બિલકુલ નિષ્કપટતાથી લખ્યું છે. નિર્દભતાથી,” લખ્યું છે. કોઈ ધર્મનો દંભ કરીને પણ લખ્યું નથી. અને હિતાર્થે લખ્યું છે....... માત્ર લખ્યું છે એમાં કેટલા શબ્દો વાપર્યા! તે માત્ર અનુકંપાબુદ્ધિએ, નિરાગ્રહથી, નિષ્કપટતાથી, નિર્દભતાથી અને હિતાર્થે લખ્યું છે, પહેલા ત્રણમાં નાસ્તિ લીધી. નિરાગ્રહ, નિષ્કપટતા અને નિર્દભતા. અને આત્મહિતમાં અસ્તિ લીધી. એકલું આત્મહિતાર્થે તમને લખ્યું છે.
એમ જો તમે યથાર્થ વિચારશો તો...” અમારા વચનોનો યથાર્થ વિચાર કરશો તો તમને અવશય દૃષ્ટિગોચર થશે અને જો તમને તે યથાર્થ લાગશે તો અમારા “વચનનું ગ્રહણ કે પ્રેરણા થવાનો હેતુ થશે.” અને સાચું લાગે તો ગ્રહણ થાય. વિશ્વાસ જ ન આવે તો ગ્રહણ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
અહીંયાં લોકસંજ્ઞા છોડાવી છે. અનેકાંતના બહાને પણ જીવ