________________
૩૯૦
રાજહૃદય ભાગ-૧૪
મુમુક્ષુ :– વૈરાગ્યમાં આવ્યો નહિ.
--
પૂજ્ય ભાઈશ્રી :– વૈરાગ્ય ન આવ્યો ? કેમ વિરક્તપણું તો આવ્યું. કરવાનો અને નહિ કરવાનો રસ ઊડી ગયો. અપ્રયત્નદશા થઈ ગઈ એ જ વિરક્તિ છે. કાંઈ પણ સંયોગોમાં કે કર્મના ઉદયમાં ફેરફાર ન કરવો, માત્ર સમ્યક્ પ્રકારે એને વેદવું. ઉદયને સમ્યક્ પ્રકારે વેદવો તે સનાતન આચરણ જ્ઞાનીનું છે. શ્રીમદ્જી'નો ૪૦૮મો પત્ર. ઉદયના ક્રમમાં કોઈ ફે૨ફા૨ ક૨વો નથી. માત્ર એના સભ્ય ભાવે જ્ઞાતાદૃષ્ટા રહેવું. એ જ જ્ઞાનીનું સનાતન આચરણ છે. ત્રણે કાળના જ્ઞાનીઓ જ્ઞાતાભાવે રહ્યા છે. જ્ઞાતાભાવે રહેવાનો પ્રયત્ન કરવો એ મુમુક્ષુતા છે અને જ્ઞાતાભાવે સ્થિર રહેવું તે જ્ઞાનદશા છે. એ પ્રયત્નદશા છે, એ પૂર્વ પર્યાય છે.
પત્રાંક-૭૧૫
આણંદ, આસો સુદ ૧, ૧૯૫૨
મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ નોય પૂજાદિની જો કામના રે, નોય વ્હાલું અંતર ભવદુઃખ મૂળ ૧ કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત, મૂળ માત્ર કહેવું પરમારથહેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ ૨ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ, મૂળ જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. મૂળ ૩ લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. મૂળ ૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ, મૂળ તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ, મૂળ પ છે દેહાદિથી ભિન્ન આતમા હૈ, ઉપયોગી સદા અવિનાશ, મૂળ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ ૬ જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સકિત. મૂળ ૭