________________
૩૮૦
રાજહૃદય ભાગ-૧૪
છે. જે આત્માનું સિદ્ધ સ્વરૂપ છે એ પણ એ જ ભાવથી એટલે અધ્યાત્મિક દૃષ્ટિથી નિદિધ્યાસન એટલે વિશેષે (કરીને) એને ધ્યાન દેવા યોગ્ય છે, વિશેષે કરીને ધ્યાન કરવા યોગ્ય છે, ધ્યાનનો એ વિષય છે અને એ ધ્યાન કરીને તેની પ્રાપ્તિ સંપ્રાપ્ત થવા યોગ્ય છે. તેની પ્રાપ્તિ થવા યોગ્ય જણાય છે.
લોક શબ્દનો અર્થ, અનેકાંત શબ્દનો અર્થ આધ્યાત્મિક છે.’ લોક પુરુષસંસ્થાને કહ્યો, એનો ભેદ તમે કંઈ લહ્યો ” એમ કરીને એમણે એક પદ રચ્યું છે. એ પણ અધ્યાત્મિક દૃષ્ટિકોણથી એ વિષયને પોતે વિચાર્યો છે. સર્વશ શબ્દ સમજાવો બહુ ગૂઢ છે.' સર્વજ્ઞપણું સમજાવવું એ ઘણું ગૂઢ છે. માત્ર રૂઢિગતપણે લોકાલોકને જાણે તે સર્વજ્ઞ એટલો બહુ સીધો સાદો અર્થ, સામાન્ય અર્થ એનો ગ્રહણ કરવા યોગ્ય નથી. પણ અધ્યાત્મિકદૃષ્ટિએ સર્વજ્ઞતાને પામેલા જે આત્માઓ છે એનું સ્વરૂપ કેવું હોય ? એ સમજતા ઘણા ગૂઢ ભાવો સમજાય એવું છે અથવા એમાં આત્મિક જ્ઞાનના સિદ્ધાંતો પણ સમજાય એવું છે, એમાં આત્માર્થ પણ સમજાય એવું છે.
ધરમકથારૂપ ચરિત્રો આધ્યાત્મિક પરિભાષાથી અલંકૃત લાગે છે.' ધર્મકથારૂપ જે ચિત્રો છે એમાં પણ અધ્યાત્મિક પરિભાષાથી એના અલંકાર કર્યા હોય એવું લાગે છે. માત્ર શબ્દાલંકાર નથી, પણ અધ્યાત્મથી. જેમ અલંકારથી-દાગીનાથી ઘરેણાં પહેરીને માણસ શોભે છે, એવી જ રીતે આ ધર્મકથારૂપ ચરિત્રો છે એ એમના અધ્યાત્મપરિણામોથી શોભે છે. એવી કોઈ અંદરની વાતો છે.
ભલે બહારમાં એવું બતાવ્યું હોય કે ‘રામચંદ્રજી’એ છ મહિના સુધી ‘લક્ષ્મણજી’ના દેહને ખંભે ફેરવીને ઘણી આકુળતા એમને થઈ. ‘લક્ષ્મણજી’ પ્રત્યેના રાગને લીધે એવી પ્રવૃત્તિ એમની જોવામાં આવે છે. પણ એવી વિશેષતામાં પણ અધ્યાત્મ રહેલું છે કે ચારિત્રમોહના એવા ઉગ્ર પરિણામોની સાથે પણ સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિએ મચક આપી નથી. સમ્યગ્દર્શન, ક્ષાયિક સમ્યગ્દર્શન અને સ્વાનુભવની પિરણિત એ વખતે આત્મામાં એટલી ધરબાઈને રહી છે કે ચારિત્રમોહનો ઝંઝાવાત છે એ ઝંઝાવાતમાં એ પોતે નિર્મૂળ થયા નથી અથવા તો એ પોતે વૃત્તિભ્રંશરૂપે