________________
પત્રાંક-૭૦૩
૧૯૯
જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનને લૌકિક આશયમાં ન ઉતારવી; અથવા અલૌકિક દૃષ્ટિએ વિચારવા યોગ્ય છે; અને જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે; તેવા પ્રસંગોથી કેટલીક વાર પરમાર્થદૃષ્ટિ ક્ષોભ પમાડવા જેવું પરિણામ આવે છે.
વડના ટેટા કે પીપળનાં પીપાંનું રક્ષણ પણ કંઈ તેના વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કહ્યાં છે, એમ સમજવું યોગ્ય નથી. તેમાં કોમળપણું હોય છે ત્યારે અનંતકાયનો સંભવ છે, તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી નિષ્પાપપણે રહી શકાય છે, છતાં તે જ અંગીકાર કરવાની ઇચ્છા રાખવી તે વૃત્તિનું ઘણું તુચ્છપણું થાય છે, તેથી તે અભક્ષ્ય કહ્યાં છે; તે યથાર્થ લાગવા યોગ્ય છે.
પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ ઉપર દર્શાવ્યા જે વડના ટેટા વગેરેનાં કારણો તેવાં કારણો તેમાં રહ્યા નથી, તેથી તે અભક્ષ્ય કહ્યું નથી, જો કે તેનું પાણી વાપરવાની પણ આજ્ઞા છે, એમ કહ્યું નથી, અને તેથી પણ અમુક પાપ થાય એવો ઉપદેશ
આગળના કાગળમાં બીજના સચિત-અચિત સંબંધી સમાધાન લખ્યું છે તે કોઈ એક વિશેષ હેતુથી સંક્ષેપ્યું છે. પરંપરા રૂઢિ પ્રમાણે લખ્યું છે, તથાપિ તેમાં કંઈક વિશેષ ભેદ સમજાય છે, તે લખ્યો નથી. લખવા યોગ્ય નહીં લાગવાથી લખ્યો નથી. કેમકે તે ભેદ વિચારમાત્ર છે, અને તેમાં કાંઈ તેવો ઉપકાર સમાયો દેખાતો નથી.
નાના પ્રકારના પ્રશ્નોત્તરનો લક્ષ એકમાત્ર આત્માર્થ પ્રત્યે થાય તો આત્માને ઘણો ઉપકાર થવાનો સંભવ રહે.
*પત્રાંક ૭૦૧-૪