________________
પત્રાંક-૭૦૧
૧૫૯ કરવો અસ્થાને છે. તો પછી શા માટે માની લેવું ? અથવા માનવા માટે પ્રમાણિક આધાર શું છે ? કે માનવા માટે એટલો જ પ્રામાણિક આધાર છે કે કહેનાર કોણ છે ? અને તે કહેનાર નિર્દોષ છે કે સદોષ છે? જો કહેનાર નિર્દોષ હોય તો એની પ્રમાણિકતાને માન્ય કરવી, એની પ્રમાણિકતા અનુસાર એના વચનને પણ માન્ય કરવું.
આ રીતે વિચાર્યા વિના જગતના પદાર્થો અને પરિસ્થિતિ સંબંધીના તર્ક-વિતર્કોના વિકલ્પની કોઈ પરિસ્થિતિ શાંત થાય એવું છે નહિ. એવી પરિસ્થિતિ નથી કે વિકલ્પ શાંત થાય. હજારોગમે પ્રશ્ન ઉઠશે કે આનું આમ કેમ અને આનું આમ કેમ? આનું આમ કેમ અને આનું આમ કેમ? તો જ્યાં સુધી ન્યાયને સંબંધ છે ત્યાં સુધી તો ન્યાયના ગ્રંથોનું Logic સગ્રંથોમાં છે. પણ સરવાળે છેલ્લે સ્વભાવ જ્યાં આવે ત્યાં અટકવું પડે છે. એટલે આ પ્રશ્ન સ્વભાવ આશ્રિત હતો. એટલે એનું કોઈ Logicથી સ્પષ્ટીકરણ નથી દેખાતું એનું કારણ એ છે કે ત્યાં સ્વભાવને સ્વીકારવો રહ્યો. અને સ્વભાવનું જેણે પ્રતિપાદન કર્યું છે એ પ્રતિપાદન કરનારને સ્વીકારવા રહ્યા.
બીજો પ્રશ્ન. ૧૨. મૂળ અપ્રકાયિક જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી વિશેષપણે સામાન્ય જ્ઞાને તેનો બોધ થવો કઠણ છે, તોપણ....” એમાં અપ એટલે પાણી. પાણીના “જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી.” કેમકે પાણી પોતે જ એ જીવોની કાય છે. પાણી પોતે જ કાયા છે. પાણીમાં જે બીજા જીવો થાય બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચોઇન્દ્રિય, પંચેન્દ્રિય થાય એ જુદી વાત છે. એનું તો શરીર જુદું છે. ત્રસજીવોનું શરીર જુદું છે. પણ આ તો પાણી પોતે જ જેનું શરીર છે એને અપૂકાયિક જીવો કહેવામાં આવે છે. વાયુ પોતે જ જેનું શરીર છે એને વાયુકાયિક જીવો કહેવામાં આવે છે. અગ્નિ જેનું શરીર છે તેને અગ્નિકાયિક જીવો કહેવામાં આવે છે અને જમીન જેનું શરીર છે તેને પૃથ્વીકાય જીવો કહેવામાં આવે છે. ખાણમાં સચેત પૃથ્વી છે બધી. ખાણની પૃથ્વી છે એ સચેત છે. આમ આપણે જે પૃથ્વી ઉપર ચાલીએ છીએ એ ઘણા વાહનો અને માણસોના ચાલવાથી અચેત થઈ ગઈ હોય છે. પણ એને ખોદો એટલે પાછી સચેત પૃથ્વીની જગ્યા આવે. એટલે કે એ દેખાય પરમાણ. જીવ તો કાંઈ દેખાતા નથી.