________________
પત્રાંક-૦૨
૧૮૯
‘સોગાનીજી’ને બહુ પ્રિય હતું. એમણે ચર્ચામાં વાત કરેલી. એ ત્રીજા ભાગમાં આવી છે.
મુમુક્ષુ :– આગળના પત્રમાં છે.
પૂજ્ય ભાઈશ્રી :– પત્રમાં છે. પત્રમાં છે. ૪૦૮ પત્રમાં આ વચન નથી. આ વચન તો એક જ જગ્યાએ આવ્યું છે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– એ તો બીજો પત્ર છે. એમાં તો ઓલો છે, કાંઈ ફે૨ફા૨ ક૨વો નથી. ઉદયના ક્રમમાં કોઈ ફેરફાર (કવો નહિ એ) જ્ઞાનીપુરુષોનું સનાતન આચરણ છે. એ વાત છે. આ વાત એક જ જગ્યાએ આવે છે.
...
સમ્યક્ અનેકાંતિક માર્ગ પણ એટલે માર્ગમાં અનેક ધર્મ છે, અનેક ગુણો છે, વિધિ-નિષેધ છે અથવા ઉત્સર્ગ-અપવાદ છે, આવો અનેકાંતિક માર્ગ છે. પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવાનો જે અભિપ્રાય અથવા હેતુ છે એ હેતુ સિવાય બીજા કોઈ અન્ય હેતુએ અનેકાંતપણાનું પણ કોઈ ઉપકારીપણું નથી. અનેકાંતિકપણું પણ ઉપકારી ક્યારે ? કે સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ થાય ત્યારે. નહિતર એનું અનેકાંત પણ ગડબડવાળું છે. એમાં કોઈ ઠેકાણું નથી. એમ લઈ લેવું. એ એમણે પત્રમાં લીધું છે-‘સોગાનીજી’એ પત્રમાં લીધું છે. પોતાના પત્રમાં લીધું છે કે આ વાચ મને બહુ પ્રિય છે. ‘શ્રીમ’નું આ વાક્ય મને બહુ પ્રિય છે.
કારણ કે અનેકાંતના નામે જીવ ભ્રમણામાં ચડી જાય છે. અનેકાંત છે, ભાઈ ! આ તો અનેકાંત માર્ગ છે. એમ કરીને નિજપદની પ્રાપ્તિ સિવાય બીજી બાહ્ય પ્રવૃત્તિ પર એટલું બધું વજન આપી દે, ભાઈ ! એ તો અનેકાંત છે. એકલું કાંઈ નિશ્ચયની વાત નથી. વ્યવહાર પણ સાથે જોઈએ. ફલાણું પણ જોઈએ. એમ કરીને નિશ્ચય વ્યવહારના અનેકાંતપણાની અંદર સરવાળે સ્વપદની પ્રાપ્તિ, નિજપદની પ્રાપ્તિ થતી નથી તો એનું અનેકાંત પણ સાચું નથી. એટલે આ વચન એમણે બહુ સારી રીતે લીધું છે.
અનેકાંતિક માર્ગ પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી, એમ જાણીને લખ્યું છે.