________________
૧૧૮
રાજહૃદય ભાગ–૧૪
અહો ! જ્ઞાની પુરુષની આશય ગંભીરતા, ધીરજ અને ઉપશમ ! અહો ! અહો ! વારંવાર અહો!
પછી ૬૯૭ છે એમાં પણ “અંબાલાલભાઈને લખેલા પત્રમાં મથાળું તો તેનું તે જ બાંધ્યું છે. કે “ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા..” એમ કરીને એમના પુરુષાર્થને સંભારે છે. જે પોતે સંસારને તર્યા છે એવા મહાપુરુષો એના પુરુષાર્થને શબ્દો દ્વારા સંભારે છે. તરી ગયા, અત્યારે કોઈ તરી રહ્યા છે એમ કહે છે. મહાવિદેહ આદિમાં અત્યારે પણ એવા જીવો છે. અને ભવિષ્યમાં જે કોઈ તરશે ‘તે સત્પષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર છે. માત્ર ઉપકાર કરે તેને નમસ્કાર કરીએ, એનું બહુમાન કરીએ અને ઉપકારી અમને ન થયા હોય તેને અમે નમસ્કાર ન કરીએ એટલા બધા અમે સ્વાર્થી નથી, એમ કહે છે. આ તો કહે ને, ભાઈ ! ઉપકાર હોય એને નમસ્કાર કરીએ. જે જ્ઞાનનો ઉપકાર ન થયો હોય એને કેમ નમસ્કાર કરાય ? “ગુરુદેવ” ઉપકારી થયા એટલે એમને નમસ્કાર કરીએ. પણ બીજા ઉપકારી નથી થયા એને કેમ નમસ્કાર કરીએ ? એનું બહુમાન કેમ કરીએ? કે તું તો “ગુરુદેવને પણ ખરેખર નમસ્કાર કરતો નથી અને ગુરુદેવના ગુણનો ઉપકાર પણ તને થયો નથી. એમ છે ખરેખર ઉપકાર થયો જ નથી. માની લીધું છે પણ થયો નથી.
મુમુક્ષુ:- ભવિષ્યમાં થશે એને અત્યારે વર્તમાનમાં નમસ્કાર ?
પૂજ્ય ભાઈશ્રી :- હા, એને વર્તમાનમાં... એ શા માટે નમસ્કાર કરે છે) એ જરા વિચારવા જેવો વિષય છે. એવા પુરુષાર્થને નમસ્કાર કરીએ છીએ એમ કહે છે. પછી એ પુરુષાર્થ ગમે તે ક્ષેત્રે, ગમે તે કાળે હો. અમે તો તે પુરુષાર્થને નમસ્કાર કરીએ છીએ, એમ કહે છે. એમાં અમારે દ્રવ્યક્ષેત્ર-કાળાદિનો પ્રતિબંધ નથી. અમારે તો ભાવ સાથે સીધો સંબંધ છે. ક્યા દ્રવ્યને, કયા ક્ષેત્રે, કયા કાળે થયો એની સાથે અમારે કાંઈ લેવાદેવા નથી. અમારે તો એ ભાવ સાથે જ લેવા દેવા છે, એમ કહે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ. એમાં ભાવ સાથેનો આ સંબંધ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ સાથેનો