________________
પત્રક-૬૯૪
૮૧
પરિણામની યોગ્યતા અને શરીરના પુગલોની યોગ્યતા. એકબીજાને એકબીજા ઉપર અસર આવવાનો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. એટલે એ વાત પણ કોઈ અપેક્ષિત વાત છે.
વર્તમાનકાળમાં સંઘયણાદિ હીન થવાનાં કારણથી...' પણ “કેવળજ્ઞાનનો નિષેધ કર્યો છે..’ કે અત્યારે કોઈને સંઘયણ હોતું નથી, ક્યાંથી કેવળજ્ઞાન થવાનું ? તો કહે છે, તે પણ અપેક્ષિત છે. એ વાત મર્યાદિત રીતે ઠીક છે. એટલે એમાં બીજી મર્યાદા પણ સમજવી જોઈએ. એટલું લેવું છે.
મુમુક્ષુ :– સોભાગભાઈ’નો...
પૂજ્ય ભાઈશ્રી :– ના. આમાં એમણે ઓલા બેના અભિપ્રાય બતાવ્યા છે. મુમુક્ષુ ઃ- ‘ડુંગરભાઈ’
પૂજ્ય ભાઈશ્રી :– ‘ડુંગ૨’ને ૫૨માર્થ ભાસતો હોય તો. તમને અને ‘લહેરાભાઈ’ને પણ કાંઈ લખવા જેવું લાગે તો લખજો. છૂટ આપી છે.
મુમુક્ષુ :– એટલે ‘લહેરાભાઈ'નું છે ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. ત્રણેનું મૂકયું છે. તમે ત્રણે જણાને ઠીક (લાગે તે લખજો). ‘ડુંગરભાઈ'ને ખાસ લખજો. અને વિચાર આવે તો તમે પણ લખી શકો છો કે આમાં પરમાર્થ શું છે ?
આગળ પર વિશેષાર્થ લક્ષગત થવા માટે ગયા પત્રના પ્રશ્નને...’ એટલે ૬૯૧ વાળા. કંઈક સ્પષ્ટતાથી લખીએ છીએ :–’ ત્યાં અમે જે પ્રશ્ન મૂક્યો છે એ પ્રશ્નને અહીંયાં વધારે સ્પષ્ટ કરીએ છીએ. કેમકે એમને જે પૂછવું છે એ હજી ઉત્તર દેનારને ધ્યાનમાં આવ્યું નથી. એમાં એમ વાત છે. એટલે પોતે પ્રશ્નને વધારે સ્પષ્ટ કરે છે કે અમારો પ્રશ્ન આ છે. જેવો કેવળજ્ઞાનનો અર્થ વર્તમાનમાં જિનાગમથી વર્તમાન જૈનસમૂહને વિષે ચાલે છે,..' એટલે આ સંપ્રદાયોમાં. જે જૈનસમૂહના સંપ્રદાયો છે એમાં કેવળજ્ઞાનનો રૂઢિ અર્થ જે ચાલે છે તેવો જ તેનો અર્થ તમને યથાર્થ ભાસે છે કે કંઈ બીજો અર્થ ભાસે છે ?” એમ કહે છે.
એટલે હવે ઓલામાં નિશ્ચય-વ્યવહાર ઉતરશે. વેદાંતની અંદર જે કેવળજ્ઞાન છે એમાં કેવળ સ્વરૂપસ્થિતિ લીધી છે. બ્રહ્મમય સ્થિતિ થઈ