________________
૧૭૦
રાજહૃદય ભાગ-૧૪ આયુષ્ય પૂરું થાય એ પહેલા મારે મારી સાધનામાં જેટલું આગળ વધાય એટલું વધવું જોઈએ. મોક્ષમાર્ગમાં જેટલો માર્ગ કપાય એટલો કાપી નાખવો જોઈએ. એ વિચારવાન પુરુષોનું સ્વરૂપ છે.
એ એક જગ્યાએ પ્રશ્ન ઉઠાવ્યો છે ને ? જેને મૃત્યુ આવવાનું જ ન હોય એ ભલે નિરાંતે સૂવે. પત્ર ૬૭, પાનું-૫૦૪. જુઓ ! ૬૯૩માં પહેલી લીટી છે કે, જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ.' ભલે સુખેથી સૂએ એટલે ? ભલે બેદરકાર થઈને ઊંઘી જાય. મુમુક્ષુજીવને તો એમ લાગે કે અરેરે...! આયુષ્યનો આજે એક દિવસ પૂરો થયો. આજે પણ હજી મારું કામ મારે જે કરવું છે એ થયું નહિ. એવી રીતે એ વિચારે છે. જ્યારે આ કહે છે કે ભલે એ બેદરકાર થઈ જાય. કેમકે એને તો મૃત્યુ સાથે ભાઈબંધી છે. (એ) કહે છે કે આજે વયો જા પાછો. આજે તું આવતો નહિ. તો પાછો વયો જશે. એ તો બનવાનું નથી. પોતે ભાગી છૂટે છે. ઓલો ભાગે નહિ તો પોતે ભાગીને બચી જાય. તો કહે એ પણ બનવાનું નથી. અથવા જેણે આવો ખોટો નિર્ણય કર્યો છે. હું કયાં મરવાનો છું? એ ભલે આત્મહિતના કાર્યમાં પ્રમાદ કરે. બાકી મૃત્યુની સમીપ જ છે એમ સમજીને નિષ્પમાદપણે પોતાનું આત્મહિત સાધવું જોઈએ તો તે વિચારવાનપણું છે. અને એમ ન રાખવામાં આવે તો તે અવિચારીપણું છે. એમ કહેવા માગે છે.
કચ્છ”ના “અનુપચંદભાઈ' કરીને એક મુમુક્ષુ છે એના ઉપર આ પત્ર આ મથાળું બાંધીને એમણે લખ્યો છે. પત્ર સારો છે અને ખાસ કરીને લોકો ધર્મના ક્ષેત્રમાં પણ સ્તુતિ-નિદાને મુખ્ય રાખીને પ્રવર્તે છે). આમ કરવાથી આપણી નિંદા થશે તો? આમ કરવાથી લોકો આપણી પ્રશંસા કરશે અને આમ કરવાથી લોકો આપણી નિંદા કરશે. એવું જે લક્ષ રાખે છે, એ લક્ષે કાંઈ પણ કરવા જેવું નથી. અથવા વિધિ નિષેધ જે પણ છે એ લોકસંજ્ઞાએ કરવા જેવો નથી. આ પત્રની અંદર બહુ સારો વિષય ચાલ્યો છે.
મુમુક્ષુ – “ભૃગુકચ્છ'
પૂજ્ય ભાઈશ્રી – હા. “ભૃગુકચ્છ” એટલે આપણે જે અંજાર કહીએ છીએ એને ભૃગુકચ્છ' કહે છે. “અંજારને. જે “કચ્છનું “ભરૂચ” એમ કહેવાય છે. ભૃગુકચ્છ”. (અહીં સુધી રાખીએ...)