________________
પત્રાંક-૬૯૩ વિના રહે નહિ. અથવા ન રહે તો કેવી રીતે ન રહે ? એ એને ખબર પડે એવું નથી. એવા અહપણામાંથી બચે કેવી રીતે ? એને બચવાની જગ્યા જ નથી.
મુમુક્ષુ:- પ્રથમ ઉપદેશ લે. પછી
પૂજ્ય ભાઈશ્રી – હા. પ્રથમ ઉપદેશ ગ્રહણ કર. પછી તું ઉપદેશ દેજે. એના બદલે હજી થોડુંક અધકચરું સમજવાનું મળે ત્યાં તો ઉપદેશ દેવા માંડે. આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ. આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ. એક જગ્યાએ તો એમણે લખ્યું છે કે ઉપદેશ દેવાની ઘણી વૃત્તિ ઉત્પન્ન થયા પછી વાણી મૌનપણાને ભજે. નહિ-નહિ મારું હજી કામ નથી. આ મારું કામ નથી. ત્યારપછી ઉપદેશ દેવાની લાયકાત આવે છે. મૌનપણું થવાના ભાવ આવે પછી એને બોલવાના ભાવ આવે તો કાંઈક એને સમજીને બોલાય. પણ એ પહેલા જ બોલવા માંડે. અધૂરો છલકાય એવી રીતે. આપણે ગુજરાતીમાં કહેવત છે ને ? અધૂરો ઘડો છલકાય. ભરેલો ઘડો ન છલકાય. એ તો માણસ ઘડો ભરીને ચાલે એટલે ખબર પડે. માથે મૂકે, હાથમાં લઈને ચાલે, અધૂરો ભરેલો હોય તો પાણી છલકાઈને બહાર નીકળવા માંડે. ભરેલો હોય તો ન છલકાય. એટલે બહુ પરિપકવ જ્ઞાનવાળાએ ઉપદેશના સ્થાને વાત કરવાની જરૂર છે. ઉપદેશના સ્થાન એટલે વાંચન કરતા થઈ જાય કે ઉપદેશક થઈ જાય એમ નહિ.
કોઈપણ બીજાને ઉપદેશ આપતા પહેલા પરસ્પર, કોઈ બીજા જીવને, એક પણ જીવને, ઉપદેશ આપતા પહેલા એ વિચારવું ઘટે છે કે આપણે પરિપકવતાને પામ્યા છીએ કે કેમ ? એમાં નુકસાન શું છે ? કે બીજાનો સુધારો કરવો, બીજા જીવમાં સુધારો કરવો એવું જે લક્ષ, જીવને પોતાનો સુધારો કરવાનું લક્ષ છોડાવી દે છે. થવા નથી દેતું. આ મોટું નુકસાન થાય છે. પરલક્ષી ઉપદેશાત્મક જેટલો કોઈ વિષય છે એ પરલક્ષી ગ્રહણ કરવાની પદ્ધતિ થઈ જાય છે. ઓલાને આ ભૂલ થાય છે. આ ? તો કહે ઈ ઓલાને ભૂલ થાય છે. અને પેલો... પેલો. પેલો. પેલો. પેલાની ભૂલની આ ઉપદેશ લાગુ પડે, પેલાની ભૂલને આ ઉપદેશ લાગુ પડે, આની ભૂલને આ ઉપદેશ લાગુ પડે, આની ભૂલને આ ઉપદેશ લાગુ પડે. એનું લક્ષ જ ઉપદેશમાં એ પ્રકારે રહે. મારી ભૂલ કઈ અને મને શું લાગુ પડે એ વાત