________________
30
રાજહૃદય ભાગ-૧૪
થાય છે પુણ્યથી ઊભું. પણ એને એમ લાગે છે કે મારો પરિશ્રમ ન હોત તો ન થાત. હું આટલો હેરાન થયો ત્યારે મને મળ્યું છે. એમ એને લાગે. ઓલાને તો એમ જ હોય. સીધું દૈવી સાધનો બધા ઉત્પન્ન થાય છે. એને દૈવી સંપત્તિ ઉત્પન્ન થાય છે.
મુમુક્ષુ :– કોઈ Tax ન નાખવા પડે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. Tax પણ ન નાખવા પડે અને Taxવાળાનો ભય પણ ન આવે એને. એ પોતે જ રાજા હોય. કોઈ ભય ન લાગે, પણ અનિત્યતાનો ભય એના કાળજાને પણ કોરે છે. કે અરે.....! આ બધું એકવાર છોડવું પડશે. છોડવું પડશે નહિ ફડાક દઈને એક Second માં છોડવું પડશે. એનો વિચાર એને કંપારી ઉપજાવે છે. હૃદયના ધબકારાને એકવાર તો થંભાવી દે, એમ ! એવું થાય ! એને એમ થઈ જાય. ભાઈ ! એવું થાય નહિ, એમ થાય જ છે, થવાનું જ છે. કાંઈક વિચારવું હોય તો વિચારી લે. બીજો પણ કાંઈક રસ્તો છે ખરો.
:
મુમુક્ષુ :– ‘ગુરુદેવે’ વધુમાં વધુ વાત કરી હોય તો આ વાત કરી છે. પૂજ્ય ભાઈશ્રી :– એકે એક પ્રવચનમાં. જેટલો નિશ્ચયનો જોરદાર વિષય સ્થાપતા હતા એટલો જ વૈરાગ્ય સ્થાપતા હતા. કહેતા ને, ભાઈ ! આંખ મિંચાઈ જશે. ઘડીકમાં તારી આંખ મિંચાઈ જાશે. એમ કહે છે. રજકણ તારા રખડશે જેમ રખડતી રેત.’ ‘ગુરુદેવ’ તો બહુ લલકારતા હતા. વૈરાગ્ય તો ઘણો ‘ગુરુદેવ’ને વૈરાગ્ય. અને એમાં કોઈ પ્રસંગ જોવે, કોઈ પ્રાણીનું મૃત્યુ જોવે. મનુષ્યનું નહિ. પ્રાણીનું મૃત્યુ જોવે, કોઈ કુતરું, બિલાડું, કોઈ સર્પ. આમ બહાર નીકળ્યા હોય ને કાંઈ મરેલા જોવે. જુઓ ! એમ કહે, આ..હા..હા..! જીવની આ દશા છે.
મુમુક્ષુ ઃ– જુવાન માણસનું મરણ થાય ત્યારે આઠ આઠ દિવસ... પૂજ્ય ભાઈશ્રી :– હા. વૈરાગ્યનો પ્રસંગ લંબાય. ખરી વાત છે.
?
હે આર્ય માણેકચંદાદિ, યથાર્થવિચારના ઓછાપણાને લીધે...' આ કેમ દુઃખ થાય છે ? યથાર્થવિચારના ઓછાપણાને લીધે,...’ એટલે કે તમે થોડુંઘણું વિચારો છો. પણ છતાં તમને દુઃખ થાય છે તો સમજવું કે એટલું ઓછાપણું છે, એમ કહેવું છે. યથાર્થ વિચારના ઓછાપણાને લીધે, પુત્રાદિ ભાવની કલ્પના...'ને લીધે. આ તો મારો દીકરો હતો અને મૂર્છાને લીધે,...’ અને