________________
પત્રાંક-૬૯૪
૮૯
“કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું. તે આ પ્રમાણે :- સયોગી ભવસ્થ કેવળજ્ઞાન’, અયોગી ભવસ્થ કેવળજ્ઞાન.” અયોગ ચૌદમું ગુણસ્થાન પણ હજી એ ભવમાં છે એમ. ભવ નથી છૂટ્યો. તેરમા ગુણસ્થાન અને ચૌદમાં ગુણસ્થાન. તેરમું સયોગી એટલે યોગસહિતનું અને પેલું યોગરહિતનું. પણ હજી એ ભવ એને ગણાય. હજી સિદ્ધ નથી થયા. સંસારી છે. ચૌદમા ગુણસ્થાન સુધી સંસારી છે.
મુમુક્ષુ -
પૂજ્ય ભાઈશ્રી :– ના. નથી આવતા.
મુમુક્ષુ – .
પૂજ્ય ભાઈશ્રી :– કેવળજ્ઞાન સકળ જ છે, વિકળ નથી. પણ આ જે યોગધારીપણું, અયોગીપણું અને સિદ્ધપણું એમ ત્રણ સ્થાન લીધા છે. તેરમા ગુણસ્થાને કેવળજ્ઞાન, ચોદમા ગુણસ્થાને કેવળજ્ઞાન અને સિદ્ધપદમાં કેવળજ્ઞાન. અને એ ત્રણેય કેવળજ્ઞાન એકસરખા હોય છે. અહીંયાં જે ત્રણ પદ છે એ જુદી અપેક્ષાએ છે. કેવળજ્ઞાનની અપેક્ષાએ નથી. ત્રણ પદ કેવળજ્ઞાનની અપેક્ષાએ નથી. પણ ત્રણ પદ છે ખરા. અને ત્રણેમાં કેવળજ્ઞાન એકસરખું છે એમ લેવું.
જ્યારે અહીંયાં તો કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું છે એમ કહ્યું. સયોગી ભવસ્થ કેવળજ્ઞાનીનું કેવળજ્ઞાન અને અયોગી ભવસ્થનું કેવળજ્ઞાન. સયોગી કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણે :-...' પાછું ત્યાં પણ બે પ્રકાર લીધા છે આ લોકોએ. પ્રથમ સમય એટલે ઊપજતી વખતનું સયોગી કેવળજ્ઞાન; અપ્રથમ સમય એટલે અયોગી થવાના પ્રવેશસમય પહેલાનું કેવળજ્ઞાન;...' એમ તેરમાં ગુણસ્થાનમાં બે ભેદ લીધા છે. એમ અયોગી ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણે ઃ– પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ એટલે સિદ્ધ થવા પહેલાંના છેલ્લા સમયનું કેવળજ્ઞાન.’ એટલે કેવળજ્ઞાનના ચાર ભેદ બે ગુણસ્થાનમાં લીધા છે એમણે. તેરમા ગુણસ્થાનના કેવળજ્ઞાનના બે પ્રકાર, ચૌદમા ગુણસ્થાનના કેવળજ્ઞાનના બે પ્રકાર.
મુમુક્ષુ :– ચાર પ્રકારનું કેવળજ્ઞાન. ચારે જુદા જુદા પ્રકારનું થયું ?
પૂજ્ય ભાઈશ્રી : હા. એમ જ થયું. એક તો પહેલા બે ભેદ પાડ્યા. અયોગી અને સયોગીના. પછી એક એકમાં બબ્બે ભેદ લીધા. પ્રથમ સમય
....