________________
પત્રાંક-૬૯૭,
૧૨૧ (થયું) એમ લાગે.
એટલે એમ કહે છે કે એ વચ્ચે કાંઈ લખવું કે જણાવવું એ બની શકવાને, પહોંચ પણ લખવાનું કર્યું નથી. ઘણાં પત્રોને માટે તેમ થયું છે...” આ દિવસોની અંદર ઘણા પત્રો મળ્યા છે અને ઘણા પત્રો માટે એમ જ થયું છે. તેથી ચિત્તને વિશેષ મુઝાવારૂપ થશે,” તેથી તમારા ચિત્તને વિશેષ મુઝાવારૂપ થશે. તમે એક કાગળ લખ્યો, બે કાગળ લખ્યા, ત્રણ કાગળ લખ્યા, પાંચ કાગળ લખ્યા. કાંઈ જવાબ નથી મળતો આ છે શું? કાં તો એમનું સ્વાચ્ય નરમ-ગરમ છે. કાં તો કોઈ બીજી ઉપાધિ આવી પડી છે. કાં તો કાંઈ “મુંબઈ છોડીને ક્યાંક બીજે તો અત્યારે નથી ને ? અનેક પ્રકારના તર્ક-વિતર્ક અને મુંઝવણ થશે.
તેથી ચિત્તને વિશેષ મુઝાવારૂપ થશે, તે વિચારરૂપ દયાના પ્રતિબંધ આ પત્ર લખ્યું છે. અહીંયાં પણ એ જ વાત નાખી છે. એવો વિચાર થતાં તમારા પ્રત્યે કોમળતાનો ભાવ આવ્યો. દયા એટલે કોમળતાનો ભાવ આવ્યો. એટલો પ્રતિબંધ સ્વીકારી લીધો અને તમને “આ પત્ર લખ્યું છે.'
આત્માને મૂળજ્ઞાનથી ચલાયમાન કરી નાંખે એવા પ્રારબ્ધને વેદતાં આવો પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે. જુઓ ! કેવી ગૂઢ ભાષા વાપરી છે ! “આત્માને મૂળજ્ઞાનથી ચલાયમાન કરી નાંખે એવા પ્રારબ્ધ છે. અમને જે પ્રારબ્ધનો ઉદય વર્તે છે એ એવો છે કે એકવાર તો જ્ઞાનીનું જ્ઞાનીપણું છોડાવી દે. જ્ઞાનીનું જ્ઞાનીપણું નમાવી દે. મૂળજ્ઞાનથી એને ચલાયમાન કરી નાખે, વિચલિત કરી નાખે. જ્ઞાની હોય તોપણ સ્થિર ન રહી શકે. એવો આકરો ઉદય વર્તે છે. એવા પ્રારબ્ધને વેદતા એટલે પુરુષાર્થે વેદતા એમ કહેવું છે. એની સામે, ઉદયની સામે પુરુષાર્થી ઝઝુમે છે. એવું વેદતા આવો જે પ્રતિબંધ છે એટલે આવો પ્રતિબંધ એટલે જે દયાનો પ્રતિબંધ આવ્યો છે એ દયાનો પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે....” એટલે કેવી રીતે?
આમ પ્રકૃતિમાં શુભથી અશુભ વિરુદ્ધ છે, અશુભથી શુભ વિરુદ્ધ છે. એટલે પોતાને અહીંયાં પ્રારબ્ધની અંદર અશુભ કર્મનો ઉદય છે. અને જે દયાનો વિકલ્પ છે એ શુભભાવ છે. તો એ અશુભ પ્રારબ્ધને વેદતા વચ્ચે શુભભાવ આવ્યો છે. એ પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે, અમારા