________________
૧૧૯
પત્રાંક-૬૯૭ સંબંધ નથી. એમ છે.
મુમુક્ષુ – એક જ દિવસે લખ્યું છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. પત્ર એક જ દિવસે લખ્યા છે. આપણે ચર્ચામાં સાથે જ લીધા છે ને? પત્રાંક) ૬૯૬-૯૭ ચર્ચામાં સાથે લીધા છે.
મુમુક્ષુ - ટાઈટલ. - પૂજ્ય ભાઈશ્રી – હા, એક જ સરખું લખ્યું છે. બંનેને એક દિવસે પત્રો લખ્યા છે. આ પ્રથમ પાત્ર છે. આ ત્યારપછીના પાત્ર છે. બંનેને પત્રનો વિષય પણ લગભગ સરખો રાખ્યો છે. થોડો વધારે ખોલ્યો છે. અંબાલાલભાઈને જરા વધારે ખોલીને લખ્યું છે.
શ્રી અંબાલાલના લખેલા તથા શ્રી ત્રિભુવનના લખેલા તથા શ્રી દેવકરણજી આદિના લખેલા પત્રો પ્રાપ્ત થયા છે. એ દિવસોમાં એ ત્યાં હશે. એટલે એ બધાના પત્રો મળ્યા છે. પણ કોઈને એ વખતે ઉત્તર આપી શક્યા નથી એનો ખુલાસો આ પત્રની અંદર લખવા માગે છે.
પ્રારબ્ધરૂપ દુતર પ્રતિબંધ વર્તે છે.... જે સંસારનો પ્રતિબંધ છે એ બહુ કઠણપણે એને તરી શકાય. દુસ્તર-તર એટલે તરવું. કઠણપણે કરી શકાય. એવો જે પ્રારબ્ધરૂપ પ્રતિબંધ, પૂર્વે જે બાંધેલો બંધ એ વર્તે છે, ઉદયમાન થયો છે. વર્તમાનમાં પ્રારબ્ધરૂપ દુત્તર પ્રતિબંધ વર્તે છે....” ન તરી શકાય એવા કઠણ અથવા મુશ્કેલીથી તરી શકાય એવો પ્રારબ્ધનો ઉદય વર્તે છે. ત્યાં કંઈ લખવું કે જણાવવું તે કૃત્રિમ જેવું લાગે છે; અને તેથી હમણાં પત્રાદિની માત્ર પહોંચ પણ લખવાનું કર્યું નથી.” તમારા બધાના કાગળો મળ્યા. કોઈને પહોંચ પણ લખી નથી એનું કારણ કે એટલી પ્રવૃત્તિ કરવામાં અમને કૃત્રિમતા લાગે છે. એ પ્રવૃત્તિ કરવામાં અમારી પરિસ્થિતિ મુશ્કેલી ભરેલી છે. એટલું પણ બહાર આવવું એ મુશ્કેલીવાળું કામ છે. અમારું કામ છોડીને અત્યારે થોડો પણ વચમાં Gap પાડી શકાય એવું નથી.
જેમ એક માણસ પૂરપાટ ઝડપે મોટર ચલાવતો હોય. એમાં વારંવાર એવો Traffic આવે કે એકદમ Speed તોડી નાખવી પડે. Top gear માં જતો હોય અને વળી First gear માં ગાડી નાખવી પડે, વળી બે-પાંચ Minute દસ Minute થાય અને વળી પાછી એને ગાડી ધીમી નાખવી