________________
૧૪૮
રાજહૃદય ભાગ-૧૪
છે તેને લોકાકાશ કહે છે. બાકીનાને અલોકાકાશ કહે છે. પરંતુ એક અખંડ દ્રવ્યને એ રીતે બે નામથી કહેવામાં આવે છે, બે વિભાગથી સમજાવવામાં આવે છે.
કાળદ્રવ્ય’...' હવે કાળદ્રવ્યની વાત કરે છે. આ કાળદ્રવ્યના વિષયમાં દિગંબર સંપ્રદાય અને શ્વેતાંબર સંપ્રદાયમાં દ્રવ્યની અપેક્ષાએ ભિન્ન ભિન્ન નિરૂપણ જોવામાં આવે છે. પર્યાયની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન નિરૂપણ નથી. એ કહે છે. “કાળદ્રવ્ય’ એ પાંચ અસ્તિકાયનો વર્તનારૂપ પર્યાય છે,...’ એટલે પાંચે અસ્તિકાય પરિણમે છે એની વર્તનાને પણ કાળ કહેવામાં આવે છે. જેમકે અત્યારે અનેક જીવોના પરિણામ વિષમ જોઈને એને પંચમકાળ કહે છે. અત્યારના પુદ્ગલો, વર્ષા, ઋતુ, ફળ-ફળાદિ, ધનધાન્યાદિ એ બધાની Quality જોઈને પણ પંચમકાળ કહેવામાં આવે છે. એવા જીવો, પુદ્દગલો એના પરિણામોના અમુક પ્રકા૨ને, વર્તનાને, અમુક પ્રકારે વર્તતી જોઈને એને કાળ કહેવામાં આવે છે કે આ પાંચમો આરો છે, આ ચોથો આરો છે, આ દિવસ છે, આ રાત છે વગેરે.
“કાળદ્રવ્ય' એ પાંચ અસ્તિકાયનો વર્તનારૂપ પર્યાય છે, એટલે ઉપચારિક દ્રવ્ય છે, વસ્તુતાએ તો પર્યાય જ છે;...' દ્રવ્ય નથી પણ એ વર્તના છે તે તો પર્યાય જ છે. અને પળ, વિપળથી માંડી વર્ષાદ પર્યંત જે કાળ સૂર્યની ગતિ પરથી સમજાય છે, તે વ્યાવહારિક કાળ' છે, એમ શ્વેતાંબરાચાર્યો કહે છે. દિગંબરાચાર્યો પણ એમ કહે છે, પણ વિશેષમાં એટલું કહે છે, કે લોકાકાશના એકેક પ્રદેશે એકેક કાલાજી રહેલો છે; જે અવર્ણ, અર્ગંધ, અરસ, અસ્પર્શ છે;..' એટલે અરૂપી છે. અગુરુલઘુ સ્વભાવવાન છે.’ બીજા દ્રવ્યની જેમ એને પણ અગુરુલઘુ સ્વભાવ છે.
તે કાલાણુઓ વર્તનાપર્યાય અને વ્યાવહારિક કાળને નિમિત્તોપકારી છે.' અને એવા કાલાણુરૂપ દ્રવ્યો છે તે બીજા પદાર્થોના વર્તના પર્યાયને નિમિત્ત છે અને વ્યાવહારિક કાળને પણ એનું નિમિત્તપણું ગણવામાં આવે છે. ‘તે કાલાણુઓ ‘દ્રવ્ય' કહેવા યોગ્ય છે, પણ અસ્તિકાય’ કહેવા યોગ્ય નથી;...' એટલું સ્થાપ્યું કે તે કાલાણુઓ દ્રવ્ય કહેવા યોગ્ય છે. તે કાલાણુઓ દ્રવ્ય કહેવા યોગ્ય નથી અને ઉપચારિક દ્રવ્ય જ કહેવા યોગ્ય છે એમ ન લીધું પાછું. આગળની જે વાત કરી એમાં અલ્પવિરામ કરીને