________________
૩૭૪
રાજહૃદય ભાગ-૧૪
જેમકે એક મહાપુરુષ અત્યારે થાય છે. ‘કૃપાળુદેવ’ થયા, ‘ગુરુદેવ’ થયા. તો સંપ્રદાય બુદ્ધિએ લોકો ચાલવા માંડે છે. અહીંયાં આનું નામ ન લેવાય, અહીંયાં આનું નામ ન લેવાય, અહીંયાં આનું પુસ્તક ન વંચાય, અહીંયાં આનું પુસ્તક ન વંચાય. એ બધી સંપ્રદાયબુદ્ધિ થઈ ગઈ. સંપ્રદાયબુદ્ધિએ એ પોતે જ પ્રવર્ત્યા નથી. એ તો સંપ્રદાય તોડીને જ્યાં બહાર નીકળ્યા ત્યાં એના જ નામે નવો સંપ્રદાય ઊભો કરવા જેવો અપરાધ થાય અને એવી સંકુચિત વૃત્તિથી અનેક પ્રકારના અનિષ્ટ પાપોનો જન્મ થાય. એ બધું વિચારવું ઘટે છે. નહિતર મોટી ગડબડ થાય. એવું છે. આપણે અહીંયાં ‘કૃપાળુદેવ'ના ગ્રંથને શાસ્ત્ર તરીકે બિરાજમાન કર્યું છે એમાં થોડી ઊંડી સમજણ છે કે આપણે સંપ્રદાયબુદ્ધિમાં ક્યાંય અટવાવું નથી.
મુમુક્ષુ :- ‘ગુરુદેવે’ તો ઘણું બહુમાન કર્યું છે.
પૂજ્ય ભાઈશ્રી :- અરે..! આજે પણ હાલતા ને ચાલતા એ સૂત્રો બોલાય છે. કાલે માતાજી'નો સમાધિદિન હતો. તો એમની રૂમમાં અહો..! અહો..! શ્રી સદ્ગુરુ' એમના જ પદો બોલ્યા છીએ આપણે. ‘કરુણાસિંધુ અપાર...’ એ પદો બોલીએ છીએ. અરે..! ખુદ, પોતે રોજ અને છેલ્લે પણ સુખધામ બોલ્યા છે. ‘સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત રહે તધ્યાનમહી.'
મુમુક્ષુ :– કાલ રાત્રે પણ બોલતા હતા.
પૂજ્ય ભાઈશ્રી :– હા. એટલે એક જબરદસ્ત પુરુષ થઈ ગયા છે. ઘણી વાતો ઉ૫૨ એમણે પ્રકાશ ફેંકયો છે.
મુમુક્ષુ :
‘ગુરુદેવ’ દરેક પ્રવચનમાં વાત કરતા હતા.
પૂજ્ય ભાઈશ્રી :– કોઈ છોડે નહિ. એટલે સંપ્રદાયબુદ્ધિથી તો કાંઈ પ્રવર્તવા જેવું નથી. આત્માને નુકસાનનું કારણ છે. (અહીં સુધી રાખીએ...)