________________
પત્રાંક-૬૯૦
૩૫ સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે.” શું કહે છે ? બ્રહ્મચર્યના વિષયમાં પોતાના વિચારો અહીંયાં પ્રદર્શિત કર્યા છે કે, “સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ....” છેદવું હોય તો જીવે બ્રહ્મચર્યમય જીવન જીવવું એ વધારે અનુકૂળ સાધન છે. કેમ ? કે એ સાંસારિક ગૃહસ્થ અવસ્થામાં પ્રવેશ કરતા, પછી જે કુટુંબ-પરિવારની જવાબદારીઓ આવે છે અને એને લઈને જે આરંભ પરિગ્રહ એને માંડવી પડે છે એમાં લગભગ આખું આયુષ્ય વ્યતીત કરવું પડે છે. આખું આયુષ્ય એની પાછળ જવા દેવું પડે છે.
જેને આત્મહિત કરવું હોય તેના માટે બ્રહ્મચર્ય એ બહુ સારું સાધન છે અને આ બાબતમાં ગુરુદેવશ્રીની જે કાર્યપ્રણાલી છે એ બહુ અનુકૂળ છે. પોતે પણ સાધુપણું છોડ્યું છતાં પોતે ગૃહસ્થપણું અંગીકાર નથી કર્યું. પોતે બ્રહ્મચર્યપણું રાખ્યું છે. એટલું જ નહિ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા પાંચમા ગુણસ્થાનની સાતમી પ્રતિમા હોવા છતાં પણ.... કોઈ શાસ્ત્રમાં છઠ્ઠી ગણાવી છે. લગભગ સાતમી પ્રતિમા હોવા છતાં પણ મુમુક્ષુ જીવ પણ જો બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરે તો “ગુરુદેવ' એને પ્રતિજ્ઞા લેવડાવતા. એનો અર્થ શું છે ? કે એ જીવ આરંભ-પરિગ્રહથી મુક્ત થઈ જાય. એને પોતાનું આત્મહિત કરવાનો વધુમાં વધુ સમયનો અવકાશ મળી શકે. અબ્રહ્મચર્યના એક વિકલ્પને ન સહન કરી શકે તો હજારો વિકલ્પ એને કરવા પડે. અને એક વિકલ્પમાં જો દઢ રહી શકે તો હજારો વિકલ્પ એને નહિ કરવાનો પ્રસંગ ઊભો થાય. એટલો બધો આરંભપરિગ્રહની સાથે બ્રહ્મચર્યને સંબંધ છે.
સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે. યાવતુ જીવન પર્યંત તે વ્રત ગ્રહણ કરવાને વિષે તમારો નિશ્ચય વર્તે છે, એમ જાણી પ્રસન્ન થવા યોગ્ય છે. જુઓ ! આ ગુરુદેવની સાથે મેળ ખાય છે. શ્રીમદ્જીનો અભિપ્રાય અને ‘ગુરુદેવશ્રીનો અભિપ્રાય મેળ ખાય છે. હવેના સમાગમના આશ્રયમાં તે પ્રમાણેનો વિચાર નિવેદિત કરવાનું રાખીને...” એટલે હવે તમે
જ્યારે મળો ત્યારે આ વિચાર મને જણાવજો. અને “સંવત ૧૯૫રના આસો માસની પૂર્ણતા સુધી કે સં. ૧૯૫૩ના કાર્તિક સુદિ પૂર્ણિમા પર્વત