________________
પત્રાંક-૬૮૯
૨૫ જોડવી એ અભિપ્રાય જ ન થાય. આવા પ્રસંગ થાય ત્યારે વળી એમ કહે કે વાત તો આ કાંઈક વિચારવા જેવી છે પણ શું કરીએ હવે ? અમે તો એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે ક્યાંયથી બહાર નીકળી શકીએ એવું નથી. એટલે ઓલા સ્મશાન વૈરાગ્યની જેમ પાછું ઊગી જાય છે. પણ ઓલુ તો વૃત્તિ જન જાત. જો એ પ્રસંગ ન આવતો હોત તો જીવને વિચારવાનો કોઈ અવસર જનહોત, એમ કહે છે.
મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે, એ મૃત્યુભયે શું કર્યું છે? કે વૃત્તિને બીજે સ્થાનકે પ્રેરી છે. મૃત્યુ આવે છે તો આ આપણે જે કાંઈ હાથમાં લીધું છે એ હાથમાં જ રહેશે એવું બનવાનું નથી. તો પછી પછી શું? પછીની કોઈ વ્યવસ્થા છે? કોઈ અવસ્થા છે? કોઈ એનું વિજ્ઞાન છે ? છે શું પણ ? અને જ્યાંથી છૂટવું નથી ત્યાંથી અનિવાર્યપણે છૂટવું પડે એનો કોઈ ઉપાય કે ઈલાજ છે કે કેમ? ત્યારે એ પારમાર્થિક વર્તુળમાંથી કોઈ અવાજ આવે છે કે છે, છે. અમર થવાનો પણ એક રસ્તો છે. પણ એ રસ્તો એક બીજો છે, તું ચાલે છે એ રસ્તો કોઈ બીજો છે. ત્યારે લાભ કોને જોતો નથી ? કોણ ઇચ્છતું નથી ? કે હું અજર-અમર અને શાશ્વત થઈ જાય એવું કોણ ન ઇચ્છે? એવી કોઈ વાત હોય તો સાંભળવી છે. ધ્યાન દઈને પણ સાંભળવા જેવી હોય છે. આટલી બધી વાત મોટી હોય, કિમતી હોય તો એ ધ્યાન દઈને સાંભળવા જેવી ખરી. અને વિચારવાન જીવ હોય તો ઊભો રહી જાય એવી વાત છે. કેમકે આ તો વિજ્ઞાન છે. આ કોઈ મનઘડંત એવી વાત નથી કે મનમાંથી કોઈએ ઘડી કાઢી છે, ઊભી કરી લીધી છે અને એ કલ્પનાનો વિહાર છે. એવું કાંઈ છે નહિ. વાસ્તવિક વસ્તુસ્થિતિ વૈજ્ઞાનિક રીતે સાબિત થાય એવી વસ્તુસ્થિતિ છે આ તો.
મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે, તે પણ કોઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે.” એવા મૃત્યુના ભયથી પરમાર્થના માર્ગે જવાની વૃત્તિ કોઈ વિરલ જીવને આવી છે. બધાને નથી આવતી, એમ કહે છે. મૃત્યુનો અનુભવ તો રોજનો અનુભવ છે. લોકો રોજ જોવે છે કે પરિસ્થિતિ કાંઈક આવી નિર્માણ થાય છે. એ નજર સામે જોવા મળે છે. એનો ભય પણ લાગે છે. જગત આખું મૃત્યુભયે કરીને ભયાન્વિત છે. તોપણ એ ભયને લઈને કોઈક જીવને પરમાર્થના માર્ગમાં વૃત્તિ પ્રેરાય છે. બધા જીવોની પ્રેરાતી નથી.