________________
પત્રાંક-૭૦૨
૧૭૫ થઈ હોય ત્યાં સુધી તો જીવને એમ લાગે કે આપણે આ બધું નિષ્કામપણે કરીએ છીએ. આપણને કાંઈ બીજી સંસારની લાલસાઓ નથી રહી. પણ
જ્યારે કોઈ પ્રતિકૂળતાઓ આવે, તકલીફ ઊભી થાય અને ત્યારે તકલીફ મટાડવા માટે પાછી ધર્મની પ્રવૃત્તિ કરે કે ચાલો આપણે ધર્મની પ્રવૃત્તિમાં જોડાવ. તકલીફ પાછી ઠેલાશે. ત્યારે એ નિષ્કામભક્તિ નથી રહેતી. ત્યારે એ સકામભક્તિ થઈ જાય છે.
મુમુક્ષુ - આ ભક્તિ મને ફળી, આપણે સુખી સુખી થઈ ગયા.
પૂજ્ય ભાઈશ્રી – હા ભક્તિથી સુખી થઈ ગયા. અથવા હવે મુશ્કેલી આવી છે. પણ આપણે ધર્મના પસાયે વાંધો નહિ આવે. આપણે બધું કરીએ છીએ. સારા ભાવથી કરીએ છીએ, સારી રીતે કરીએ છીએ, મુશ્કેલી આવી છે પણ હવે એ ભક્તિના પરિણામથી ટળી જશે).
મુમુક્ષુ :- એ ભક્તિ અલેખે નહિ જાય.
પૂજ્ય ભાઈશ્રી :– હા, આપણું કરેલું અલેખે નહિ જાય. કાંઈક વાવેલું આ વખતે ઊગશે. એ સકામભક્તિ છે, નિષ્કામભક્તિ નથી. અને એ પ્રસંગે ખબર પડે. ઉદય ન આવે ત્યાં સુધી જીવને પોતાને ખબર ન પડે. ત્યાં સુધી પોતે છેતરાતો હોય.
મુમુક્ષુ :- પુરુષની ઓળખાણ એમ લાગે છે કે સત્પુરુષને ઓળખ્યા છે. પૂજ્ય ભાઈશ્રી – હા. મુમુક્ષુ – એ તો એમ લાગે છે કે સત્પરુષને ઓળખ્યા જ નથી. પૂજ્ય ભાઈશ્રી – પણ પ્રસંગે ખબર પડે ને? મુમુક્ષુ - એની આજ્ઞા અનુસાર ચાલીએ છીએ એ તો લાગે છે.
પૂજ્ય ભાઈશ્રી - લાગે છે પણ કોઈ એવા પ્રસંગો બને ત્યારે ખબર પડે છે કે જ્યારે જ્યારે કેવા કેવા ચિત્ર-વિચિત્ર પરિણામો જીવના થઈ જાય છે. બાકી તો પુરુષની આજ્ઞાએ ચાલીએ છીએ, સપુરુષને માનીએ છીએ, સપુરુષની ભક્તિ કરી છે, એમના પ્રત્યે સમર્પણ કર્યું છે. એ બધું અહંપણું પોષ્ય હોય છે. અહંપણું પોષ્ય હોય છે. ખરેખર એવું થાય છે.
ઓળખાણ તો એવી ચીજ છે કે એકવાર સપુરુષને ઓળખ્યા (તો) એને સ્વરૂપનિશ્ચયનું કારણ કીધું છે. ૭પ૧માં આવશે. ૭૫૧ બાકી છે.