________________
૪૪
રાજહૃદય ભાગ-૧૪
એનો. પણ એ સમજણની અંદર એની પાછળનો પરમાર્થ શું છે ? આ વાત મુદ્દાની છે. એ એમના હિત-અહિત સાથે વર્તમાનમાં સંબંધ ધરાવે છે.
એટલે એટલો મુદ્દો મુમુક્ષુજીવ માટે એ ત્રણ લીટીમાંથી ઉપસે છે કે કોઈપણ પ્રસંગ, કોઈપણ બાબત ધાર્મિક વિષયની સામે આવે ત્યારે પોતાના આત્મકલ્યાણના દૃષ્ટિકોણને લાગુ કરીને વિચારવું અને પછી સંમત કે અસંમત કરવું. તો એના આત્માને નુકસાન થાશે નહિ. આમ વાત છે. આવી અપેક્ષા છે. આવી અપેક્ષા પ્રશ્નમાંથી ખુલે છે. જે પ્રશ્ન કર્યો છે એમાંથી આ વાત ખુલે છે.
વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણપ્રાપ્તિ ન હોય એ સિવાય...' એટલે એ ઉપરાંત બીજા કેટલાક ભાવની પણ જિનાગમમાં તથા તેના આશ્રયને ઇચ્છતા એવા આચાર્યરચિત શાસ્ત્રને વિષે વિચ્છેદતા કહી છે.' જે જિનાગમ એટલે જિનના નામે જે શાસ્ત્રો છે. શ્વેતાંબરે મહાવીરસ્વામી’એ આમ કહ્યું... મહાવીર સ્વામીએ આમ કહ્યું... એમ કરીને એને જિનાગમ કહે છે. ભલે કોઈ આચાર્યોએ રચ્યા હોય તોપણ. કેમકે ભગવાન તો કાંઈ શાસ્ત્ર લખતા નથી. ગણધરદેવ પણ શાસ્ત્ર લખતા નથી. ગણધરદેવના ક્ષયોપશમમાં અંતર્મુહૂર્તની અંદર ચૌદ પૂર્વની રચના થઈ જાય છે. પણ એ કાંઈ લખવા બેસતા નથી. ત્યારપછી પણ છેલ્લા તીર્થંકર લઈએ તો એ પહેલા તો પ્રશ્ન જ નહોતો. પણ છેલ્લા તીર્થંકરમાં પણ ચારસો-પાંચસો વર્ષ સુધી કોઈ શાસ્ત્રની રચના નથી થઈ.
મુમુક્ષુ ઃ- ગણધરદેવ અંગ-પૂર્વની રચના કરતા એ હિસાબે એના પછીના આચાર્ય એ કાળમાં અસાધારણ ક્ષયોપશમવાળા જ હશે ને ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ બધાને કંઠસ્થ રહી જતું હતું. એટલા બધા ક્ષયોપશમવાળા હતા કે કંઠસ્થ રહી જતું હતું. એટલે સેંકડો વર્ષ સુધી તો કોઈએ લખવાની મહેનત ન કરી. જ્ઞાનની અંદર એ ધારણા ધારી લેવામાં આવે છે તો (લખવાની) જરૂ૨ નથી. એટલા માટે કોઈએ લખવાનો પરિશ્રમ ન કર્યો. પણ જ્યારે એમ લાગ્યું. પહેલુંવહેલું ‘ધરસેનાચાર્ય’ને એવું લાગ્યું છે.
દિગંબર પરંપરાના આચાર્ય ધરસેનાચાર્ય’ને એ લાગ્યું કે મારી ધારણામાં તો ઘણી વાતો છે પણ અત્યારે મુનિસંઘના મુનિઓને જોતા આ વિષય-આ તત્ત્વજ્ઞાન હવે ધારણાથી નભે કે ટકે, ચાલુ રહે એ દેખાતું નથી.